આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એમ. આગઠ દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સરળ ભાષામાં માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરાયાં હતા તેમજ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર જીગ્નેશભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો ખેડૂતોને સમજાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત કિશોરભાઈ પેઢડીયા દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી તેમજ હલકા ધાન્ય પાકોનું જીવનમાં મહત્વ તેમજ પ્રાકૃતિક ખેતીના વેચાણ વ્યવસ્થા અંગેની માહિતી આપવામાં આવી હતી. તદઉપરાંત નાગાજર ગામના પ્રગતિશીલ ખેડૂતે જીવામૃત અંગેનું લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવી ખેડૂતોને જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા અને તેમને પ્રાકૃતિક ખેતીમાં થયેલા અનુભવ વિશેની માહિતી આપી હતી. આ સમગ્ર તાલીમનું આયોજન પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એમ આગઠના માર્ગદર્શન હેઠળ કાલાવડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કૃપાલ ગોંડલીયા દ્વારા કરવામાં આવેલું હતું જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો.
