Gujarat

લાઠી તાલુકાના ભીંગરાડ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને કુલ કિં.રૂ.૫૪,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૩૦/૦૫/૨૦૨૩ ની રાત્રીના લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લાઠી તાલુકાના ભીંગરાડ ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) ભુપેન્દ્ર અરવિંદભાઇ સાંથળા, ઉ.વ.૧૯, રહે.ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી.
(૨) જમાલ અબ્દુલભાઇ વિઠ્ઠલાણી, ઉં.વ.૩૨, રહે.ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી,
(૩) પારસ દિનેશભાઇ ઘાટલીયા, ઉ.વ.૨૨, રહે.ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી.
 (૪) હિતેશ કીરીટભાઇ માવલીયા, ઉ.વ.૩૭, રહે.ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી,
(૫) અકબર હાજીભાઇ સૈયદ, ઉ.વ.૩૮, રહે.ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી.
(૬) વિપુલ દેવરાજભાઇ વીરાણી, ઉ.વ.૩૭, રહે.ભીંગરાડ, તા.લાઠી, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૨૪,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૬ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૫૪,૩૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, મનીષભાઇ જાની, નિકુલસિહ રાઠોડ તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230531-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *