( ધારાસભ્ય જનકભાઈ તળાવીયા તાલુકા આયોજનની બેઠકમાં ઉપસ્થિત રહ્યા )
( લાઠી તાલુકાના વિકાસના કાર્યો માટે રૂપિયા 2 કરોડ 20 લાખની ગ્રાન્ટની ફાળવણી કરાઇ )
લાઠી તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રમુખના અધ્યક્ષતામાં તાલુકા આયોજનની સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ લાઠી તાલુકાના ગામો માટે સરકાશ્રીની વિવિધ ગામોને વિકાસના એક કરોડના કામો તેમજ કેન્દ્ર સરકારની નાણાપંચ યોજના અંતર્ગત તાલુકા કક્ષાના ૧.૨૦ એક કરોડ વિસ લાખ મળી કુલ ૨.૨૦ બે કરોડ વિસ લાખના વિકાસ કામો તાલુકાના અલગ અલગ જરૂરીયાત વાળા ગામોમાં માટે મંજુર કરવામાં આવ્યા આ તકે ઉપસ્થિત જિ.પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઇ ડેર, જિ.પંચાયત સદસ્ય ભરતભાઇ સુતરીયા તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી સુનિતાબેન પી.પરમાર,તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.કે.પટેલ,શ્રી કડછા સાહેબ પી.જી.વી.સી.એલ લાઠી તથા એ.આઇ. ચલોડીયા એસ.ઓ.લાઠી , શ્રી ગોપાલભાઇ અઘેરા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ.પ્રતિનીઘી હાજર રહ્યા અને વિકાસના કામોને સર્વાનુમતે મંજુરી આપી
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )


