Gujarat

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા કબીર ટેકરી- સાવરકુંડલા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ના  ઉપક્રમે તેમજ દુનિયાની સૌથી મોટી અરવિંદ આંખની હોસ્પિટલ તામિલનાડુ સાથે સંકળાયેલ નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલયના સહયોગથી નવાણુંમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ કબીર ટેકરી સાવરકુંડલા મુકામે તા.૧૫-૦૧-૨૦૨૩ ને રવિવારે આયોજન કરવામાં આવેલ હતું.
નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલાના મહંતશ્રી નારાયણ સાહેબ દ્વારા કરવામાં આવેલ અને તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને શુભેચ્છાઓ પાઠવી હતી અને વધુમાં વધુ દર્દીઓને લાભ લેવા અપીલ કરી હતી. આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી, આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવનાર છે. આ ઉપરાંત નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૫૩ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૫ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ છે. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરવામાં આવેલ તેમજ કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા બનાવી આપેલ હતા. હવેથી લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા રવિવારે કબીર ટેકરી સાવરકુંડલામાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થનાર છે.. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન ભુપતભાઇ ભુવા, પી.આર.ઓ. લાયન પ્રા. એમ. એમ.પટેલ, વિનોદભાઈ આદ્રોજા, શ્રી દર્શનભાઈ ચૌહાણ તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. પ્રશાંભાઈ પટેલ, કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા અને તેમની ટીમ તેમજ વિશાલભાઈ વ્યાસ જીતેનભાઈ હેલૈયા, ચિમનભાઈ નાથજી, પટેલ બેટરીવાળા શ્રી વિઠ્ઠલભાઈ પટેલ અને કબીર સ્વયંસેવક શ્રી યશ ગૌસ્વામી, શ્રી સારાંશ હિહોરી, શ્રી પ્રકાશ બાંભણિયા, શ્રી દેવ સરવૈયા શ્રી વિપુલ મહંતો વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પી. આર. ઓ.  લાયન એમ. એમ. પટેલ જણાવે છે.

IMG-20230115-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *