Gujarat

લાલ માંડવા સ્ટેટ ના માજી રાજવી પરિવાર માં ખુશી સાથે શોકનો માહોલ.   

મકસુદ કારીગર,કઠલાલ
લાલ માંડવા  સ્ટેટ ના માજી રાજવી ઠાકોરશ્રી બાબાસાહેબ (બાપુ) ના પૌત્ર રાજવીસિંહ ઉમર વ.૧૬  તાજેતરમા જ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી હતી અને સ્ટાન્ડર્ડ ગણિત સાથે ૯૯.૬૩ના  પરસન્ટાઇલ રેન્ક સાથે પાસ કરેલ પરંતુ પરિણામ આવવાના ૧૦ દિવસ પહેલા જ  તા.૧૫ મે ના રોજ માર્ગ અકસ્માત માં મૃત્યુ થતા આખા કપડવંજ તાલુકા માં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
તા.૧૦ ના રોજ એક લગ્ન પ્રસંગ માં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી  વાળા હાઇવે ઉપર  તિલકવાડા પાસે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો તિલકવાડા થી ૨ કીમી પહેલા ઈક્કો વાળાએ ઓવર સ્પીડ માં હંકારી ને સ્ટેરીંગ ઉપર નો કાબુ ગુમાવી દીધો હતો અને ડિવાઇડર કુદાવીને સામેની સાઇડે જઈ રહેલી ગાડી ને અકસ્માત કાર્યો હતો અને રાજવીરસિંહ ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તિલકવાડા માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તાત્કાલિક 108 મારફતે વડોદરા ખાતે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમા વધુ સારવાર માટે ખસેડ્યા હતા  જ્યા ૫ દિવસ બાદ તા.૧૫ રોજ જિંદગી નો જંગ હારી ગયા હતા.એક હોનહાર દીકરો ગુમાવ્યો છે.

IMG-20230527-WA0017-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *