Gujarat

લીંબડી-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત, ૪ લોકોનાં મોત નીપજ્યા

સુરેન્દ્રનગર
લીંબડી-રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો છે. જેમાં ૪ લોકોનાં મોત નીપજ્યા છે. અન્ય બેથી ત્રણ વ્યકિતને ઈજા પહોંચી છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. આ અક્સમાત એટલો ગોઝારો હતો કે, આખી ઇકો કારનું કચ્ચરઘાણ નીકળી ગયું છે. આગળથી આખી કાર દબાઇ ગઇ છે. આ અકસ્માતમાં નિધન પામેલા લોકો કોણ છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહ્યા છે. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાેકે, પોલીસની મદદથી રસ્તો સાફ કરાવવામાં આવ્યો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસનાં લોકો પણ જાેવા દોડી આવ્યા હતા. પોલીસે સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતકોનાં મૃતદેબ બહાર કાઢ્યા હતા. આ દ્રશ્યો જાેનાર લોકોનું હૃદય કંપી ઉઠ્‌યું હતુ. આપને જણાવીએ કે, આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *