લીલીયા તાલુકાના હથીગઢ ગામે આવેલ ફાટક નંબર 31/34/37નંબર નું ફાટક બંધ ન કરવા બાબત ગ્રામ પંચાયત હથિગઢ દ્વારા સાંસદ નારણભાઈ કાછડીયા ને પત્ર પાઠવવામાં આવેલ જે પત્ર માં જણાવેલ કે હાથીગઢ ગામે આવેલ ફાટક નંબર 31/ 34/ 37 જે અમારા ગામના ખેડૂતોને ગાડા માર્ગમાં આવવા જવા માટે હાલવા ચાલવા બળદગાડા સાથે ટ્રેક્ટર લઈ જવા આવવા એ ગાડા માર્ગનો ઉપયોગ કરવાનો આવતો હોય છે આ સિવાય અમારા ગામના ખેડૂતોને કોઈ અન્ય આવવા જવાનો રસ્તો આવેલ ન હોય અને આ ગાડા માર્ગનો ખેડૂત ખાતેદારો કાયમ ઉપયોગ કરતા હોય જેથી આ સદર ફાટક જો બંધ કરવામાં આવે તો હાથીગઢ ગામના ખેડૂત ખાતેદારોને હાલવા ચાલવા ગાડી સાતિ ટ્રેક્ટર વિગેરે લઈ જવા માં ખૂબ મુશ્કેલી પડે જેથી આપ સાહેબ શ્રી ને નમ્ર અરજ વિનંતી છે કે આ સદર ફાટક હાથીગઢ ગામે આવેલ હોય તો અમારી રજૂઆત ને ધ્યાને લઈ યોગ્ય કરવા સાંસદ શ્રી ને હાથીગઢ ના સરપંચ પાયલબેન ધોરાજીયા દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે આ તકે ભીખાભાઈ ધોરાજીયા નિલેશ ધોરાજીયા કેપ્ટન ધામત પ્રકાશભાઈ ધોરાજીયા વિનુભાઈ ધોરાજીયા વિક્રમભાઈ ચંદુ ભાઈ સહિત ના આગેવાનો દ્વ્રારા લીલીયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર વાઢીયા ને પત્ર પાઠવી રજૂઆત કરેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


