Gujarat

લીલીયા મોટા ખાતે 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાઈ 

લીલીયા મોટા ની અમૃતબા વિદ્યાલય ખાતે
13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા માં આવી
ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસ ૨૫ જાન્યુઆરીએ દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૧૩- માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજણી કરવામાં આવી. (“Nothing like Voting, I Vote for Sure”) “મતદાનથી વિશેષ કંઇ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ આઘારીત ૯૭-સાવરકુંડલા વિઘાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લીલીયા મુકામે તાલુકા કક્ષાનો કાર્યક્રમ અમૃતબાં વિદ્યાલય  ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં “Main Bharat Hoo” ગીત સંભળાવી મતદાતાઓ માટેની પ્રતિજ્ઞા લેવડાવી લોકોમાં ચૂંટણી અને તેના મહત્વ વિશે જાણકારી આાપવામાં આવેલ. મતદારયાદી તથા યુવા મતદાર મહોત્સવ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બી. એલ.ઓ. સુપરવાઝરશ્રી ને મામલતદાર યુ ડી વાઢીયા નાયબ મામલતદાર એ. આર. ગોસાઇ, બી. આર સી  કો-ઓશ્રી અભિષેકભાઇ ઠાકર  સુપરવાઝર  પી એમ રાખસીયા આચાર્ય હસમુખભાઇ કરડ દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મતદારયાદી શાખા તથા શાળાના શિક્ષક શ્રી જીજ્ઞેશભાઇ ઠુંમર તથા સ્ટાફ પરીવાર દ્વારા કરવામાં આવેલ છે.
 રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230125-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *