Gujarat

લીલીયા મોટા ગામના નીલકંઠ સરોવર ઊંડું ઉતારવાની કામગીરી શરૂ કરાઈ 

લીલીયા મોટા ગામમાં સહભાગીદારી થી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓમાંથી નીલકંઠ સરોવર બનાવવામાં આવેલ છે આ સ્થળ લીલીયા નજીક છે બાજુમાંથી અમરેલી રોડ પસાર થાય છે નજીકમાં નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલ છે તેમજ આઈટીઆઈ કોલેજ પણ આવેલ છે આ સ્થળ નું લોકેશન ખૂબ જ આકર્ષક છે ત્યારે આજરોજ નીલકંઠ સરોવરમાંથી માટી ઉપાડી અને તળાવ ઊંડું ઉતારવાની કામગીરી જલધારા સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં બટુકભાઈ ધામત રમેશભાઈ ભાલાળા બાબુભાઈ ધામત ગોરધનભાઈ ભાલાળા ઘનશ્યામભાઈ મેઘાણી મગનભાઈ વિરાણી ધીરુભાઈ ઉમરેઠિયા ધનજીભાઈ ધામત અજય વિરાણી માવજી ભાઈ લેહરિ નાગજી ભાઈ ઉજિયા ઉમેશભાઈ શીલોજા ભનુભાઇ શિંગાળા સહિતના આગેવાનો દ્વારા આજ રોજ સરોવર ઊંડું ઉતારવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ હોય જેમની સ્થળ મુલાકાત જી.પ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ ભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા કેપ્ટન ધામત સહિત કામગીરી સ્થળ મુલાકાત કરી અને જલધારા સેવા ટ્રસ્ટ ની કામગીરીને બિરદાવેલ આ તળાવ આવનારા દિવસોમાં લીલીયા ના ખેડૂતો તેમજ આજુબાજુના ગ્રામજનો માટે વરદાન રૂપ બનવા જઈ રહ્યું છે ત્યારે આ સુંદર કામગીરીની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230419-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *