લીલીયા મોટા ક્રિષ્ના ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી ધિરાણ મેળવી હપ્તા નહીં ભરતા બાકીદાર મનસુખભાઈ રવજીભાઈ ઉનાવા રહે વાઘણીયા તાલુકો લીલીયા વાળા નો ચેક રૂ.58950/- ની ધિરાણ રકમ તથા તે પર વ્યાજ ગણી આપેલ ચેક રિટર્ન થતા લીલીયા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મેનેજર શ્રી જીતેન્દ્ર ડી પાઠક એ આ બાકીદાર સામે મંડળીના લીગલ એડવાઈઝર કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમાં ફોજદારી ફરિયાદ કેસ નંબર 612/ 2021 નો દાખલ કરેલ છે અને કેસ ચાલી જતા નામદાર અદાલત દ્વારા મનસુખભાઈ રવજીભાઈ ઉનાવા રહેવાઘણીયા ને છ માસની સજા કરવામાં આવેલ અને ચેક ની રકમ 58,950 તથા તે પર નું વ્યાજ સંસ્થાને વળતર ચૂકવવા આદેશ કરેલ તેમજ તેટલી જ રકમનો દંડ નામદાર કોર્ટમાં ભરવો અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની સજા ભોગવવા પ્રિન્સિપલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ગાંધી સાહેબ દ્વારા હુકમ કરેલ છે અને આરોપી હાજર નહીં રહેતા તેનું સજા વોરંટ એસ પી શ્રી અમરેલી ને મોકલી આપેલ છે આમ આ હુકમ થતા મંડળી ના બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


