Gujarat

લીલીયા મોટા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દુધાત ના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

લીલીયા મોટા ખાતે અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ વિપુલભાઈ  દુધાતના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો જેમાં લીલીયા અમૃતબા હાઈસ્કુલ ખાતે ભારતીય માનક બ્યુરો ના અધિકારી પ્રહલાદ પટેલ તથા શાળાના આચાર્ય હસમુખભાઈ કરડ દ્વારા માર્ગદર્શન શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને આપવામાં આવેલ જેમાં લીલીયા તથા આસપાસના ગામોમાં જઈ લોકોને હોલમાર્ક આઈ એસ આઈ તેમજ સ્ટાન્ડર્ડ ગુણવત્તા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ કાર્યક્રમ માં ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા લીલી ઝંડી આપવામાં આવેલ તેવી જ રીતે આજથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા માં વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે અમૃતબા વિદ્યાલય ખાતે શુભેચ્છાઓ પાઠવેલ જેમાં ચોકલેટ તેમજ બોલપેન આપી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવવા માં આવેલ અને ઉજ્વળ ભવિષ્યની કામના કરવામાં આવેલ તેમજ લીલીયા શાંતાબા કન્યા વિદ્યાલય ખાતે આચાર્યશ્રી રંજનબેન રાદડીયા તેમજ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા વિદ્યાર્થીની બહેનો ના ઉજ્વળ ભવિષ્ય માટે કામના કરેલ અને ચોકલેટ બોલપેન આપી શુભકામનાઓ આપવા માં આવેલ આતકે એમની સાથે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુંભાઈ ડાભી મહામંત્રી જીગ્નેશ સાવજ યુવા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી ભીખાભાઈ ધોરાજીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેપ્ટન ધામત ઘનશ્યામભાઈ મેઘાણી પ્રકાશ રાઠોડ પરીન સોની ભાવેશ વાણીયા કિશોરભાઈ ગરાણીયા પત્રકાર અશોકભાઈ વિરાણી ઇમરાન પઠાણ સહિત ના સ્કૂલ શિક્ષક શિક્ષિકા ઓ ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230314-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *