લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય અને અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા લીલીયા થી અમરેલી કે જે બસ સવારે 7:45 કલાકે લીલીયા થી અમરેલી જતી હોય જેનો વિદ્યાર્થી વર્ગ વેપારી વર્ગ નોકિયાત વર્ગ મજૂર વર્ગ લાભ લેતો હોય ત્યારે એ બસ અનિયમિત હોવાથી અને છેલ્લા ઘણા દિવસોથી એ બસ સદંતર બંધ થતા આ બધા વર્ગોને ના છૂટકે એક્સપ્રેસ બસમાં જવું પડતું જેની જાણ યુવા નેતૃત્વ અને જનતાના પ્રશ્નો માટે સતત રજૂઆતો કરતા વિપુલભાઈ દુધાત ને કરાતા તાત્કાલિક ડેપો મેનેજર અમરેલી ને ટેલીફોન મારફત જાણ કરાતા આ બસ ની સુવિધા ફરી આજ સવાર થી ચાલુ કરવામાં આવેલ જેથી આ તમામ વર્ગ તેમજ લીલીયા ની જનતા વિપુલભાઈ દુધાત નો આભાર માનીરહી છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


