તારીખ 22/5/2023 નાં રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્રાંકચ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. એ. સિદ્ધપુરા નાં માર્ગદર્શન હેઠળ, રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમરેલી નાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ. કેવલ પંડ્યા દ્વારા સગર્ભા બહેનો નો નિઃશુલ્ક નિદાન અને સારવાર કૅમ્પ યોજાયો. આજુબાજુના ગામોની કુલ 22 સગર્ભા બહેનો ની અત્રે વિનામૂલ્યે લેબોરેટરી તપાસ, નિદાન તથા સારવાર કરવામાં આવી. તમામ સગર્ભા બહેનો ને ઘરે થી દવાખાને તથા પરત ઘરે મુકવા માટે ખીલખીલાટ ની મફત સેવા પ્રાપ્ત થયેલ. સમગ્ર કૅમ્પ ને સફળ બનાવવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ક્રાંકચ નાં મેડિકલ ઓફિસર ડૉ. સોનાલીબેન, ડૉ. તૃપ્તિબેન, સુપરવાઈઝર ભાવનાબેન, નિલેશભાઈ, ભાર્ગવીબેન તથા આશા બહેનોએ ભારે જહેમત ઉઠાવેલ. તમામ સગર્ભા બહેનોની લેબોરેટરી તપાસ માનસીબેન દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
