ગત રોજ તારીખ 03/0 3 /2023 ના રોજ લીલીયા પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઇ એમ.ડી ગોહિલ સાહેબ ના ઓ એ આગામી તારીખ 7-8 /03 /2023 ના રોજ આવનાર હોળી ધુળેટી તથા સબે બરાત ના તહેવાર સબબ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હોય જેમાં લીલીયા તાલુકા વિસ્તારના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હોય અને તેઓ સાથે આવનાર સમયમાં તહેવારો દરમિયાન સમગ્ર તહેવાર ની હર્ષ ઉલ્લાસથી ઉજવણી થાય અને ભાઈચારાની ભાવનાથી સદરહું તહેવાર ઉજવવામાં આવે તેવી તમામ હાજર આગેવાનો તથા ગ્રામજનોને અપીલ કરવામાં આવેલ હોય તેમજ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત તથા યોગ્ય પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવનાર હોય જેથી સમગ્ર તહેવાર દરમિયાન શાંતિમય વાતાવરણ બની રહે અને શાંતિ મય રીતે તહેવારની ઉજવણી થાય તે અંગે તમામ હાજર આગેવાનોને અપીલ કરવામાં આવેલ હોય જે અંગેની શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી જેમાં લીલીયા સરપંચ જીવનભાઈ વોરા તાલુકા ભાજપ પ્રમુખ ભનું ભાઈ ડાભી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલ ભાઈ દૂધાત કોંગ્રેસ અગ્રણી નીતિનભાઈ ત્રિવેદી બાબુ ભાઈ ધામત બહાદુરભાઈ બેરા સલીમભાઈ બેલીમ મુકેશભાઈ શિરમાંન સયદુ બાપુ કેપ્ટન ધામત ભીખાભાઈ ધારૈયા વિજય શેખલીયા પત્રકાર અશોક ભાઈ વિરાણી ઈમરાન પઠાણ સહિત ના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


