Gujarat

લોકસાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

રાજકોટ
કાલાવડ રોડ પરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા (ઉં.વ.૪૨) ૭ ડિસેમ્બરના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યો શખસ નીચે ઊતર્યા હતા. મયૂરસિંહ કંઈ સમજે એ પહેલાં જ દેવાયત સહિત બન્ને શખસ ધોકા-પાઇપથી યુવક પર તૂટી પડ્યા હતા અને જાહેરમાં હિચકારો હુમલો કર્યો હતો. મયૂરસિંહને ધોકા-પાઇપના આડેધડ ફટકા ઝીંકી દેવાયત સહિતના શખસ કારમાં નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પોલીસ આવવાના ભણકારા વાગતાં જ દેવાયત ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. આજથી બે મહિના પૂર્વે મયૂરસિંહે પોલીસમાં કરેલી અરજી અનુસાર, હું તા.૨૩/૦૯/૨૦૨૧ના રોજ રાત્રે તેના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયો હતો. ત્યાંથી હું મારા ઘરે જવા નીકળ્યો ત્યારે મને ખબર પડી કે દેવાયત ખવડે મામાના ઘ૨ની ડેલી સામે ગેરકાયદે ગાડી પાર્ક કરી હતી અને ચાલ્યા ગયા હતા. જેથી અમે દેવાયત ખવડને આ અંગે જાણ કરી ગાડી હટાવી લેવા જણાવતાં નશામાં ધૂત દેવાયતે મને રિવોલ્વોર દેખાડીને કહ્યું હતું કે ‘તારાથી થાય એ કરી લે, ગાડી ત્યાંથી નહીં હટે. પોલીસ પણ મારી મુઠ્ઠીમાં છે ગમે તે ગુનામાં ફિટ કરાવી દઈશ..’ આવી ધમકી આપી હતી. એ જ રાત્રે અમે પોલીસ બોલાવી હતી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો અને અમારી જ્ઞાતિના મોભીઓએ દેવાયત સાથે અમારું સમાધાન કરાવ્યું હતું. દેવાયત ખવડે ભારતના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું. ભાન ભૂલેલા દેવાયત ખવડ સ્ટેજ પર બેસીને સરદાર વલ્લભભાઈ પટેલના પિતાનું નામ લઈને અપમાન કર્યું હતું. દેવાયત ખવડ હજારો લોકોની સામે ચાલતા ડાયરામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું હતું અને વીડિયો વાઇરલ થયા પછી લોકો પણ ભારે ગુસ્સે ભરાઈ ગયા હતા. આ નિવેદન પછી માત્ર પટેલ સમાજ નહીં, પરંતુ અનેક સમાજના લોકોએ દેવાયત ખવડના નિવેદનનો વિરોધ કર્યો હતો.રાજકોટમાં ૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ બિલ્ડર મયૂરસિંહ રાણા પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. જાેકે આ કેસમાં ૯ દિવસ ફરાર રહેલો દેવાયત ખવડ ૧૦માં દિવસે ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો હતો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને જેલહવાલે કર્યો હતો. દેવાયત ખવડે જામીન અરજી કરી હતી. પરંતુ ૨૧ દિવસ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં સુનવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. બાદમાં દેવાયત ખવડે હાઇકોર્ટના દ્વાર ખટખટાવી જામીન અરજી કરી હતી. જાેકે આજે હાઇકોર્ટે જામીન આપવાની ના પાડતા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. આથી દેવાયત ખવડનો જેલવાસ લંબાયો છે. હાઇકોર્ટમાં સરકારી વકીલે દલિલ કરતા જણાવ્યં હતું કે, દેવાયત ખવડ અને અન્ય બે આરોપી સામે ગંભીર પ્રકારની કલમો નોંધાયેલી છે. તેમજ સજ્જડ પૂરાવાઓ હોવાથી તેમને જામીન આપવા ન જાેઈએ. તેમજ જાે જામીન આપવામાં આવે તો પૂરાવાઓને સાક્ષી સાથે ચેડાં થઈ શકે તેમ છે. જેથી હાઇકોર્ટે જામીન આપવામાં નહીં આવે તેવું કહેતા દેવાયત ખવડના વકીલે પોતાની જામીન અરજી પરત ખેંચી લીધી હતી.

File-02-Photo-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *