આ કળા કરનાર કારીગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા…..
જુનાગઢ જિલ્લાના વંથલી એસ.ટી બસ સ્ટેશન ખાતે જુનાગઢ થી પોરબંદર તરફ જતી એસ.ટી બસ G.J 18 G 4549 સ્ટોપ થઈ હતી. તે દરમિયાન બસ કંડકટર વંથલી ટી.સી ઓફિસમાં બસ લખાવવા ગયા તે સમયે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કંડકટરની બેગમાં રાખેલ ટિકિટ મશીન લઈ રફુચક્કર થઈ જતા કંડકટર હીરીબેન ચાવડા દ્વારા જુનાગઢ બસ સ્ટેશનના ટી.સી કેતનભાઇને ફોન કરી જાણ કરી બાદમાં વંથલી પોલીસ સ્ટેશન ખાતે ટિકિટ મશીન ચોરી થયાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા ફરિયાદના આધારે ચોરી કરનાર ઇસમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર અને સોમનાથ નેશનલ હાઇવે પરના મુખ્ય મથક ગણાતું વંથલીનું બસ સ્ટેશન આવકની દ્રષ્ટિએ પણ મોખરે હોવા છતાં જુનાગઢ જિલ્લા વિભાગી કચેરી દ્વારા વંથલી બસ સ્ટેશન ખાતે ઓરર્માયું વર્તન દાખલાના પગલે વંથલી બસ સ્ટેશનમાં અનેક સુવિધાઓ ખૂટે છે. જેમાં સી.સી.ટી.વી કેમેરાની પણ જરૂરિયાત હોવા છતાં અનેક રાજકીય આગેવાનોની રજૂઆત સી.સી.ટી.વીની માંગણી હોવા છતાં આજદિન સુધી તે પ્રત્યેક દુર્લક્ષ સેવાઈ રહ્યો છે. આજની આ ઘટનામાં પણ સી.સી.ટી.વી કેમેરા હોત તો આ કળા કરનાર કારીગરને પણ પકડી શક્યા હોત.
રીપોર્ટ હાર્દિક વાણીયા વંથલી
