Gujarat

વંથલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ટલ્લે ચડેલી ચૂંટણી પ્રક્રિયા નો આખરે અંત….

સામાન્ય ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો.
જુનાગઢ જિલ્લાના વંથલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વંથલી માં છેલ્લા ઘણા સમયથી વહીવટદાર તરીકે જિલ્લા રજીસ્ટારની નિમણુક કરવામાં આવી છે.માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં અંદાજિત 1 લાખ જેટલો ખર્ચ થાય છે તે ખર્ચ વંથલી માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવાનો હોય છે.પરંતુ વંથલી માર્કેટિંગ યાર્ડ માં 1 લાખ રૂપિયા જેટલી ખર્ચ માટેની રકમ ન હોવા થી છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પ્રક્રિયા ટલ્લે ચડી હતી.તેનો પણ અંત આવ્યો છે અને સામાન્ય ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે.ચૂંટણી કાર્યક્રમ જોઈએ તો 14 જૂન ના રોજ નિયુક્તિ પત્રો અપાશે 15 જૂનના રોજ નિયુક્તિ પત્રો ની ચકાસણી કરાશે 19 જૂને નિયુક્તિ પત્રો પાછા ખેંચી શકાશે 26 જૂન ના રોજ મતદાન કરવામાં આવશે અને 27 જૂને મતગણતરી હાથ ધરાશે અને મતગણતરી પૂર્ણ થતા જ ચૂંટણી પરિણામ ની જાહેરાત કરાશે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230402_204920.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *