Gujarat

વંથલી શહેરની મુખ્યબજારમાં દુકાનદારોને રસ્તા પરના દબાણો દૂર કરવા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ… દિવસ 7 માં દબાણો દૂર કરવા ફટકારાઈ નોટીસ…

જુનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલ વંથલી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન વંથલી શહેરી વિસ્તારમાં જાહેર રસ્તાઓ પરના ઓટા-છાપરાઓ ગુજરાત મ્યુનિસિપાલિટીઝ ઍક્ટ-1963ની કલમ 151 તળે દૂર કરી જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવા વંથલી મામલતદાર દ્વારા ફરીયાદ રજૂ થયેલ છે. જેને લઇ ગઈકાલે વંથલી નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં આવેલ આશરે 17 જેટલા દુકાનદારોને પોતાના સ્વખર્ચે દિવસ 7 માં ગેરકાયદેસર દુકાન-મકાનની બહાર આવેલ ઓટા-છાપરાઓ દૂર કરવા નોટિસો ફટકારવામાં આવી છે. હજુ આવનાર દિવસોમાં અન્ય દુકાનદારોને પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. વધુમાં નોટિસમાં ઉલ્લેખ કરાયો  છે કે મુદત પૂર્ણ થયા બાદ ગમે ત્યારે વંથલી નગરપાલિકા, મામલતદાર અને વંથલી પોલીસની હાજરીમાં જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જે કામગીરી દરમિયાન માલ-મિલકત સહિત અન્ય કોઈપણ ચીજ વસ્તુને નુકસાન થાય તો સંપૂર્ણ જવાબદારી દુકાન માલિકની રહેશે તેવો પણ ગંભીરતાપૂર્વક નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
રિપોર્ટ હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230603_211355.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *