મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી સર્વે કામગીરી હાથ ધરાઈ….
ભારત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા વંથલીના સાંતલપુર ગામે મિલકતોનું સર્વે કરવામાં આવી રહેલ છે.ત્યારે ગઈકાલે જુનાગઢ જિલ્લા કલેકટર અનિલ રાણાવશિયા દ્વારા સાંતલપુર ગામે ચાલી રહેલ સર્વે કામગીરીનો રિવ્યૂ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ તકે મામલતદાર જાડેજા,તાલુકા વિકાસ અધિકારી વાઘેલા,સાંતલપુર ગામના સરપંચ,ઉપ સરપંચ સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


