વડિયાની શ્રી સુરગવાળા હાઈસ્કૂલ માં SPC ના બાળકો દ્વારા G -20 અંતર્ગત નિબંધ, વક્તુત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ
મોટી સંખ્યા માં બાળકોએ ભાગ લઈ G -20 અંગે માહિતી પ્રાપ્ત કરી
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી શ્રી સુરગવાળા હાઈસ્કૂલ માં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોમાં નેતૃત્વ અને જીવન મૂલ્યોના વિકાસ માટે સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ નામના દળ બનાવી તેમને તાલીમ આપવાનું કાર્ય કરવામા આવે છે. તે અંતર્ગત હાલ આવનારા સમયમાં ભારત G -20 સમિટ નુ આયોજન ભારત ના યજમાન પદે થવાનું છે ત્યારે બાળકોમાં આ અંગેનું જ્ઞાન વધે તેવા ઉમદા હેતુથી શાળામાં “ભારત નુ વૈશ્વિક નેતૃત્વ” વિષય પર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં મોટીસંખ્યા માં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ ઉપરાંત શાળાના આચાર્ય,શિક્ષકો અને પોલીસ ના જવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
અહેવાલ રાજુ કારીયા વડીયા



