Gujarat

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાશ્રીઓનું કલેક્ટરશ્રી અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ પ્રમુખશ્રી દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. સૌરભ પારઘી અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ પ્રમુખશ્રી જામનગરની અધ્યક્ષતામાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની બેઠક અને સેવારત/પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ બાબતે તા. ૧૮/૦૧/૨૦૨૩ના રોજ ત્રિમાસીક બેઠક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાશ્રીઓનું કલેક્ટર અને પ્રમુખશ્રી દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.

બાદમાં સેવારત/પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ બાબતની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પુર્વ સૈનિકો તરફથી મળેલ મુદ્દાઓ તથા નિવૃત જવાનોના પરિવારોને માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતીમક્રિયા સહાય, રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ આર્થીક સહાય, યુધ્ધ જાગીર ભથ્થુ, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી સહાય વિગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવેલ કે “આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે ફંડ” થી એકત્ર કરેલ ભંડોળનો ઉપયોગ શહીદો/ક્ષતીગ્રસ્ત સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્ની અને સ્વ. સૈનિકોના આશ્રીતોને વિવિધ સહાય માટે કરવામાં આવે છે.

બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરના કમાન્ડર સંદીપ જેસવાલ(નિવૃત), જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે “આર્મડ ફોર્સીસ ફ્લેગ ડે” ફંડમાં નાંણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કુલ ૧૫ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. તેની સામે તા. ૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ સુધીમાં પુર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્ની/સ્વ. સૈનિકોના આશ્રિતોના કુલ ૬૯ કેસો જેમાં માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, અંતીમ ક્રિયા સહાય, શિષ્યવૃતિ મળી કુલ રૂ. ૨૨,૦૩,૯૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *