Gujarat

વલસાડના નાના સુરવાડા માંગેલવાડ વચલા ફળિયામાં મંદિર નિર્માણ અટકાવવા જતા માર માર્યો, ચાર સામે ફરિયાદ નોંધાઈ

વલસાડ
વલસાડ જિલ્લાના નાના સુરવાડા ખાતે વડીલો પાર્જિત જમીનમાં આવેલા ઓટલા ઉપર પથ્થરોની સ્થાપના કરીને વર્ષોથી પૂજા કરતા આવ્યા છે. તેમની મરજી વિરુદ્ધ ફળીયાના કેટલાલ લોકો મોટંફ મંદિર નિર્માણ કરવા આવી પોહ્યોચ્યા હતા.બંને પરિવાર વચ્ચે બખેડો ઉભો થયો હતો. જેને લઈને રૂરલ પોલીસ મથકે ૨ મહિલા સહિત ૪ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. વલસાડ તાલુકાના નાના સુરવાડા ખાતે રહેતા અને પેઇન્ટરનો વ્યવસાય કરતા રાજેશ શિવરામ માંગેલા તેના પરિવાર સાથે રહે છે. વડીલો પાર્જિત જમીનમાં વડીલોએ સ્થાપિત કરેલા પથ્થરોની પૂજા અર્ચના કરતા આવ્યા છે. આજુબાજુમાં રાજેશભાઈની જમીનમાં તેમની મરજી વિરુદ્ધ ગામના કેટલાક લોકો નવું મંદિર સ્થાનિક કેટલાક લોકો નિર્માણ કરી રહ્યા હતા. રાજેશભાઈની જગ્યામાં ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ જીત્યાભાઈ માંગેલા, જયેશ રાજુભાઈ માંગેલા, નિકિતા ઉમેશભાઈ માંગેલા, અને મધુબેન જગદીશભાઈ માંગેલાને મંદિર નિર્માણ ન કરવા અંગે સમજાવવામાં આવ્યા હોવા છત્તા મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા. જેને અટકાવવા રાજેશભાઈના પત્ની ઉર્વશીબેન તથા માતા લક્ષ્મીબેન અને પુત્ર માધવ અને કેસલ મંદિર નિર્માણ કરી રહેલા લોકોને અટકાવવા પહોંચ્યા હતા. તે લોકોએ એકદમ ઉશ્કેરાઈ જઈ રાજેશ માંગેલાના પરિવાર સાથે મારા મારી કરતા રાજેશ મંગેલાએ પોલીસ કંટ્રોલરૂમને ઘટનાની જાણ કરીને પોલીસની મદદ માંગી હતી. વલસાડ રૂલર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચતા આરોપીઓ ભાગી છુટ્યા હતા. બનાવ અંગે વલસાડ રૂલર પોલીસ મથકે રાજેશભાઈ માંગેલાએ બે મહિલા સહિત ચાર ઈસમો સામે ખાનગી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશી મંદિર નિર્માણ કરવાના મુદ્દે થયેલી મારામારી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *