Gujarat

વાપીમાં ઘર કંકાસમાં ભાઇએ ભાઈના માથામાં પાટલો મારતાં મોત

વાપી
વાપીમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, અહીં ઘર કંકાસમાં એક ભાઇએ બીજા ભાઇની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે, ઘરમાં ઝઘડો થતાં મોટો ભાઇ માંને ગાળો આપતો હતો, આ કારણોસર નાના ભાઇએ મોટા ભાઇના માથામાં પાટલો મારી દીધો, અને મોટો ભાઇ મોતને ઘાટ ઉતરી ગયો હતો. માહિતી પ્રમાણે, વાપીના વટારમાં એક ઘરમાં બે સગા ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો, આ બાબતે નાના ભાઇએ મોટા ભાઈની હત્યા કરી નાંખી હતી. મોટો ભાઈ માતાને ગાળો બોલતો હોવાથી બન્ને ભાઈઓ બબાલ થઇ હતી. આ પછી સૂઇ રહેલા મોટાભાઈના માથામાં નાનાભાઈએ બેસવાનો પાટલો મારી દીધો હતા, અને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં વાપી પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી લીધી છે. ઘર કંકાસમાં બનેલી આ ઘટના બાદ બે પુત્રોમાંથી એકની હત્યા અને એકની ધરપકડથી વિધવા માતાની સ્થિતિ દયનીય થઇ ગઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *