Gujarat

વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે

અમદાવાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું છે. જાે કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજાેય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી ૯૬૫ કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજાેય વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. હાલ બિપરજાેય વાવાઝોડું પોરબંદરના દરિયાકાંઠાથી ૯૬૫ કિલોમીટર દૂર છે હવામાન વિભાગ પ્રમાણે, હાલ ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી.. વાવાઝોડાના કારણે વરસાદી માહોલ પણ નથી.જાેકે સાવચેતીના ભાગરૂપે માછીમારોને અરબી સમુદ્રમાં દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે અને માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવી લેવાયા છે.ગુજરાતમાં બિપરજાેય વાવાઝોડાની સંભવિત અસરો અને ચોમાસામાં કુદરતી આપત્તિઓને લઇને ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની પ્રથમ બેઠક મળી. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું કે બિપરજાેય વાવાઝોડું તેમજ ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં રાહત કામગીરી માટે દ્ગડ્ઢઇહ્લની ૧૫ અને જીડ્ઢઇહ્લની ૧૧ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.ગુજરાતમાં આગામી બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે બિપરજાેય વાવાઝોડાની અસર જાેવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ બંને દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૫૫ થી ૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.બિપરજાેય વાવાઝોડું જેમ જેમ ઉત્તર તરફ આગળ વધતું જશે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જાેર વધતું જશે.૧૧ તારીખે વાવાઝોડાની દિશા બદલાવાની શક્યતા હોવાથી ગુજરાતમાં પવનનું જાેર ઘટી શકે છે. જાે વાવાઝોડું ફંટાશે તો તેની અસર સામાન્ય રહેશે.. પરંતુ તો વાવાઝોડું ગુજરાત તરફ આવશે તો તેની અસર જાેવા મળશે.. ખાસ કરીને રાજ્યના કાંઠા વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *