Gujarat

વાવ સ્ન્છ ગેનીબેનની સ્પષ્ટતા કરી કે “જીવીશ ત્યાં સુધી ભાજપમાં નથી જવાની”

બનાશકાંઠા
સુઈગામમાં આપેલા નિવેદન બાદ ગેનીબેને ફરી અટકળો પર ખુલાસો કર્યો છે. ભાજપમાં જવા મુદ્દે વાવ સ્ન્છ ગેનીબેને સ્પષ્ટતા કરી છે. ગેનીબેને જણાવ્યું કે, જીવીશ ત્યાં સુધી ભાજપમાં જવાની નથી. તેમણે લોકસભાની ચૂંટણી પહેલા કેસરિયા કરવાની વાતને વખોડી કાઢી છે. સુઈગામમાં કોંગ્રેસના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા હુંકાર કરાયો છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા પહેલા ભાજપમાં જાેડાવાની વાતને વખોડી અને નિવેદન આપ્યું કે, ભાજપમાં તો જવાનું રહેવા દો, પરંતુ જીવવું ત્યાં સુધી એ તરફ ઓશીકું નહીં કરું, તેવું નિવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો દમદાર અંદાજ અને બોલવાની છટાના કારણે હંમેશા વિવાદોમાં ઘેરાતા જાેવા મળ્યા છે. આજે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના મહુડી મંડળની હાજરીમાં ભાજપને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વાવ ભાભર સુઇગામ તાલુકાનું કોંગ્રેસ સમિતિના આયોજિત સંકલ્પ સત્યાગ્રહ સંમેલનમાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓને સંભળાવ્યું કે, અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ અવારનવાર ભાજપમાં જવાની વાતો કરે છે અને ભાજપના લોકો પણ આવી વાતો કરે છે કે ગેનીબેન ઠાકોર લોકસભા પહેલા ભાજપમાં જાેડાશે. સાથે જ ગેનીબેન ઠાકોરે ભાજપમાં જવાની વાતો તો રહેવા દો, પરંતુ જીવવું ત્યાં સુધી એ તરફ ઓશિકું નહીં કરું, તે પ્રકારે જાહેર કાર્યક્રમો નિવેદન આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *