Gujarat

વાસદ કુમાર શાળા ખાતે પર્યાવરણ જાગૃતિ રેલી યોજાઈ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા વાસદ કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે તા. 13 જન્યુઆરીના રોજ પર્યાવરણ જાગૃતિ સંદર્ભે એક રેલી યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આશાદીપનો સ્ટાફ જોડાયો હતો.
” છોડમાં રણછોડ, ગંદુ ગામ રોગનું ધામ ” જેવા વિવિધ સૂત્રો સાથે યોજાયેલ આ રેલી સવારે 9 કલાકે શાળાના પટાંગણમાંથી શરૂ થઈ રેલ્વે સ્ટેશન, જુના બસસ્ટેન્ડથી પુસ્તકાલય થઈને શાકમાર્કેટ પહોંચી હતી ને ત્યાંથી ગ્રામપંચાયત આગળ ઉભા રહીને વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉત્તરાયણનો માહોલ હોવાથી ગામના રસ્તાઓ પર લોકોને ભીડ હતી પરિણામે આ રેલીનો સંદેશ અનેક લોકો સુધી પહોંચી શક્યો હતો.

IMG-20230113-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *