Gujarat

વિજયનગર પોળોના જંગલમાં પ્લાસ્ટીક તેમજ ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ;    

વેકેશન માણવા માટે પોળો ફોરેસ્ટ જવાનું વિચારતા હોવ તો આ નવો નિયમ જાણી લેજો, નહીંતર ભરવો પડશે દંડ

સાબરકાંઠાનાં પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
સાબરકાંઠાના પોળોમાં વધુ એક જાહેરનામું ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા થઈ રહી છે જહેમત સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે.  ત્યારે અહીં આવતા લોકો ફોર વ્હીલર કે લકઝરી બસ લઈને આવતા હોય છે. જેથી પોળો ફોરેસ્ટની આસપાસ હવામાં પ્રદૂષણ થાય છે. સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયનાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં પોળો જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.  ફ્રી ઈકો ટુરીઝમ અંતર્ગત નિર્ણય લેવામાં આવ્યો છે. પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર 8 જુલાઈ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધનો ભંગ કરનારને ભારતીય કલમ 188 હેઠળ દંડ કરવામાં આવશે.થોડા સમય અગાઉ પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો હતો પોળા ફોરેસ્ટમાં અગાઉ સાબરાકાંઠાના પોળો ફોરેસ્ટમાં કુદરતી નજારાને જોવા લોકો દૂર દૂરથી પહોંચે છે. ત્યારે અહીં આવતા લોકો સ્થળની મુલાકાત બાદ પાછળ કચરો મુકતા જાય છે. ત્યારે આ કચરામાં પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધુ છે. તેવામાં  પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ફોરેસ્ટમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મોટી સંખ્યામાં સેહલાણીઓ પોળો ફોરેસ્ટની પ્રાકૃતિક સુંદરતા માણવા પિકનિક કરવા માટે આવતા હોય છે.  પ્રવાસીઓ માટે પોળોમાં એન્ટ્રી વિના મૂલ્યે છે. પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોવાથી પ્લાસ્ટિકનો કચરો વધુ માત્રમાં એકઠો થતો હતો જેને કારણે જંગલના વાતાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રશાસને થોડા સમય અગાઉ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *