Gujarat

વિરાસત: આયર્ન ભૂમિ જસદણ ની*

*વિરાસત: આયર્ન ભૂમિ જસદણ ની*

કહેવાય છે કે ઘરના આંગણા માં પગ મુકો ત્યાં ખ્યાલ આવે કે અહીં ભાવ કેટલો છે ને પાણીયારું જુઓ ત્યાં ખ્યાલ આવે છે ઘરની ગૃહિણી કેવી હશે! ઘરને સજાવવું એ એક શોખ છે ગૃહિણીઓનો પણ કોઈ ઓફીસ ને કાયમ માટે સજાવેલી બહુ ઓછી જોઈ છે.

આજ રોજ *જસદણ સેવા સદન* માં જવાનું થયું, પગ મુકતાંની સાથે જ જસદણ ની પ્રજાના કૌશલ્યોનો પરિચય મળ્યો. સેવા સદનના ખૂબ જ સુવિધાયુક્ત well planed બિલ્ડીંગની દીવાલો પર જસદણ ની ઓળખ સમાં ઓકસોડાઈઝનાં બનેલા shaw piece જેવા કે મુખવાસદાની, બાજોઠ, જ્વેલરી બોક્સ,પટારીને અન્ય ઘણી બધી વસ્તુઓથી શણગારેલી દીવાલો નજરે ચડી. વળી એક દીવાલે રમકડાંનું ટ્રેક્ટર, નાનકડું થ્રેશર, નાનકડી રીક્ષા તેમજ બીજા કેટલાયે સાધનો/વાહનો પણ હતા અને વળી બિલકુલ મોટા ની કોપી જ હો. એનાથી કઈક જુદી જ ભાત પડે છે *સેવા સદન*ની… કઈક અનોખું જ લાગ્યું.
લોખંડ ઉદ્યોગ ને ખેતીના ઓજારો તેમજ ઓકસોડાઈજની વિવિધ વસ્તુઓની બનાવટમાં જેની માસ્ટરી છે એવા જસદણ નું નામ ચારે દિશાઓમાં ગુંજે છે. જસદણ ની ભૂમિ પર પોતાની અઢળક મૂડી પાથરી ને કઈ કેટલાય લોકોને રોજગારી આપનાર *સાહસિક ઉદ્યોગપતિઓ* ને સલામ છે. સાથે સાથે અથાગ પરિશ્રમ કરી પોતાના હાથ કરતબ ને કૌશલ્યથી એ ધનરાશીમાં સતત વધારો કરાવનારા એ *કારીગરો ને બે હાથ જોડીને વંદન* છે. ને એથી પણ વિશેષ સરકારી કચેરીઓમાં જે કારીગરાય થી આખો પ્રાંત ઓળખાય છે એવી વસ્તુઓની સજાવટ કરી ઉદ્યોગપતિઓ અને કૌશલ્યવાન લોકોનું સન્માન કર્યું છે એવા *જસદણ સેવાસદનના *અધિકારીઓ* ને નત મસ્તક નમન કરતા આનંદ થાય છે.

— *Pearl of Maansarovar*
*પારુલ મનન બડમલિયા*

IMG-20230424-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *