Gujarat

વિશ્વ ક્ષય દિવસે વારાણસીમાં વન વર્લ્ડ ટીબી સમિટ ઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલી જાેડાયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વારાણસી-કાશીમાં આજે વિશ્વ ક્ષય દિવસે વન વર્લ્ડ ટીબી સમિટનું આયોજન કરાયું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજભવન, ગાંધીનગરથી ઑનલાઇન માધ્યમથી વર્ચ્યુઅલી આ સમિટમાં જાેડાયા હતા. વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વને ક્ષયમુક્ત કરવાનો સંકલ્પ છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને સંપૂર્ણ ક્ષય મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. સહિયારા પ્રયાસો, જન ભાગીદારી, પોષણ માટે વિશેષ અભિયાન, ઈલાજ માટે નવી રણનીતિ, ટેકનોલોજીનો ઉપયોગ, વ્યાપક સર્વેક્ષણ, નિદાન અને સારવારથી આ શક્ય બનશે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં ક્ષય રોગની સ્થિતિ, સારવાર અને ક્ષય નિવારણ કાર્યક્રમની જાણકારી મેળવીને લેવાઈ રહેલાં પગલાંઓ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ અને ૮ શહેરોમાં ક્ષય રોગ નિદાન કેન્દ્રો કાર્યરત છે. ૨,૧૭૮ માઇક્રોસ્કોપી કેન્દ્રો કાર્યરત છે, જ્યાં ટીબીના રોગીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવે છે. દર્દીઓ ઘેર બેઠાં સારવાર લઈ શકે એ હેતુથી ૩૭,૦૦૦ ડૉટ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વર્ષે ૧૦.૬૩ લાખ સંભવિત ટીબી રોગીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓના ઉપચારની સફળતાનો દર ૮૯% છે, જે નીતિ આયોગના સંકેત મુજબનો છે.

ભારત સરકાર ટીબીના દર્દીઓને નિ-ક્ષય પોષણ યોજના અંતર્ગત પૌષ્ટિક આહાર માટે મહિને ?૫૦૦ ની આર્થિક સહાય આપે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધીમાં ૫,૧૧,૧૯૭
દર્દીઓના બેન્ક ખાતામાં આવી સહાય પેટે ?૧૩૩ કરોડ સીધા જમા થયા છે.

પ્રધાનમંત્રી મોદીએ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સ્વેચ્છિક સંગઠનો અને સેવાભાવી લોકો નિ-ક્ષય મિત્ર તરીકે ટીબી રોગીઓની સહાયતા કરી રહ્યા છે. ગુજરાતમાં ૬૭,૯૮૭ ટીબી દર્દીઓને નિ-ક્ષય મિત્ર સાથે જાેડવામાં આવ્યા છે. આ વર્ષે “હાં હમ ભી ટીબી કો સમાપ્ત કર સકતે હૈં” ની થીમ સાથે ગુજરાતને અને ભારતને ટીબી મુક્ત કરવાની ઝુંબેશ વધુ અસરકારક રીતે હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *