સાગર નિર્મળ
જૂનાગઢ
વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન V.Y.O ઈન્ટરનેશનલના તત્વાવધાનમાં પ્રકૃતિના સંરક્ષણને સમર્પિત જળ સંરક્ષણ જાગૃતિ અભિયાન અંતર્ગત આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં ગુજરાતના ૭૫ ગામોમાં રિચાર્જ બોરવેલ સંસ્થાપનના ભાગરૂપે ગુજરાતના જલ સંરક્ષણ અભિયાન અંતર્ગત ૩૧ બોરવેલ ૪૦૦ ફુટ ઉંડા રીચાર્જ બોર ૩૧ ગામોમાં કાર્યરત થયેલ છે. તેના ભાગરૂપે જુનાગઢ જિલ્લા V.Y.O સંસ્થાનાના અધ્યક્ષ અને જુનાગઢના ધારાસભ્યશ્રી,સંજયભાઈ કોરડીયાના માર્ગ દર્શન હેઠળ જુનાગઢ જિલ્લાના આંબલીયા,પત્રાપસર, મજેવડી, ગોલાધર,ઝાલણસર માખીયાળા વડાલ કાથરોટા ચોકલી ઈવનગર થાણાપીપળી આલીધા અરણીયાળા રંગપુર અને સોદરડા ૧૫ ગામોમાં ૪૦૦ ફુટ ઉંડા બોરવેલ સેફટી ટેન્ક સાથે રીચાર્જ થઈ શકે તેવા નદી નાળા અને તળાવોમાં બનાવેલ છે.
પ્રેરક માર્ગ દર્શક શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ઘ્વારા દાતાશ્રી ગૌરવ પુર્ણ યોગદાન થકી જળ સંરક્ષણ નવા સંકલપો સિધ્ધ થઈ રહયા છે. સહયોગથી કામગીરી કરવામાં આવે છે. આગામી દિવસોમાં ભર્ગ જળના તળ ઉંચા આવશે અને આજુબાજુના ખેતરોમાં આગામી ઉનાળાની ઋતુમાં કુવા બોરમાં પાણી સંગ્રહ અને જળ પ્રાપ્તીના સ્ત્રોતો વધશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૌશિકભાઈ રાબડીયા સીદસર, મુંકુંદભાઈ હીરપરા જુનાગઢ તેમજ V.Y.O સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો હતો.


