વાવાઝોડું અને વીજળી મોટે ભાગે સાથે જ થાય છે. વીજળીના એક ઝબકારામાં ૧,૨૫,૦૦૦,૦૦૦ વોલ્ટ જેટલી વીજળી હોય છે. જે ૧૦૦ વોટના વીજળીના બલ્બના ત્રણ મહિનાથી પણ વધુ ચલાવવા માટે અથવા તો કોઈને ગંભીર ઈજા પહોંચાડવા માટે અથવા કોઈનું મોત નીપજાવવા માટે પૂરતુ ગણાય. વાવાઝોડા અને વીજળીના બનાવ વખતે કેવા પગલાં લેવા તેની જાણકારી જીવન બચાવવામાં મદદરૂપ થાય છે. વીજળી એવી બાબત છે કે, તમારે તેના પ્રત્યે બેદરકાર રહેવું ન જોઈએ. જેથી આવા પ્રસંગે તાત્કાલીક સલામત આશ્રય શોધો. એક વાતની તકેદારી રાખો કે વીજળી પોતાના માર્ગમાં આવતી કોઈપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે અને ત્રાટકી શકે છે. જ્યારે તમે વીજળી થતી જુઓ ત્યારે પૂર્વ તૈયારીઓ રાખો.
ઘરની અંદર
ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો. વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તે સિવાય બહાર ન જશો. બારી, બારણા અને વીજળીના ઉપકરણોથી દૂર રહો. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજ વસ્તુથી દૂર રહો, આવી બાબતોમાં ભઠ્ઠા, રેડીયેટર, ચૂલા ધાતુની નળી, સિન્ક અને ફોનનો સમાવેશ થાય છે. વાવાઝોડું/તોફાન આવતું હોય તે પહેલાં જ ઉપકરણોના વાયર પ્લગમાંથી કાઢી નાખો. પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં. ટીવી, મ્યુઝિક, મિક્ચર-બ્લેન્ડર, ઇસ્ત્રી, હેર ડ્રાઇવ અથવા ઈલેક્ટ્રીક રેઝર જેવા વિદ્યુત ઉપકરણો જેનો સંપર્ક પ્લગ સાથે ચાલુ હોય તેનો ઉપયોગ કરશો નહીં. જો વીજળી તમારા ઘર પર પડે તો તેનો વીજભાર વહન થઈને તમારા સુધી પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલીફોન નો ઉપયોગ કરશો નહીં. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઇનો પર ત્રાટકી શકે છે. ખાસ આકસ્મિતા હોય તે પુરતુ જ ટેલીફોનનો ઉપયોગ કરો. સિન્ક, બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળવો.
ઘરની બહાર
જ્યારે આપ ઘરની બહાર હોય ત્યારે, વીજળીથી પછી શકાય તેવું આશ્રય શોધો. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. પરંતુ આવું કોઈ મકાન આસપાસમાં ન મળે તો તેમ કોઈ બખોલ, ખાઇ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકો છો. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય નહીં. ઉંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે. વૃક્ષોનો આશ્રય ક્યારેય લેવો નહીં. જો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો. વાહનો વીજળીથી તમને સૌથી સારું રક્ષણ પૂરું પાડી શકે છે. જેનું છાપરુ મજબૂત હોય તેવી કાર/વાહનોમાં રહો. જો આશ્રય ન મળી શકે તો વિસ્તારમાંના ઊંચા માળખામાં આશ્રય લેવો હિતાવહો ગણાય. આસપાસની જમીનન અંતરથી વધુ ઉંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાને બદલે છુટાછવાયા વિખરાઈ જાઓ. ધાતુનું આવરણ ધરાવતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. બાઈક, વીજળી અથવા ટેલીફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજવસ્તુઓથી દૂર રહો. પાણીની બહાર નીકળી જાઓ. પાણીમાં રહેલી નાની હોડીઓમાંથી બહાર નીકળી જવાનો સમાવેશ થાય છે. હોડીમાંથી તાત્કાલિક બહાર નીકળીને પુલ, તળાવ અને અન્ય જળાશયોમાંથી દૂર રહેવું.
જ્યારે તમને વીજળીને ઝટકો લાગે ત્યારે
જ્યારે તમારા માથાના વાળ ઊભા થઈ જાય અથવા ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે. તેમ સમજવું. તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં. વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર(કાર્ડિયોર પલ્મોનરી રિસેસિટેશન) એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.
