કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ માં પરંપરાગત મુજબ હોલિકા દહન કરાયું હતું જેમાં સતત બીજા દિવસ થી ભારે વરસાદ ચાલુ રહેતા વરસાદ વચ્ચે હોલિકા દહન કરાયું હતું જેમાં શહેર માં અમુક સોસાયટીઓ માં વરસાદ વિરામ રહેતા હોલિકા દહન કરાયેલ હતું. શહેર માં આશરે 8 થી વધુ મુખ્ય જગ્યાઓ પર હોલિકા દહન નો પરંપરાગત રીતે કાર્યક્રમ યોજાઈએલ હતો.જેમાં વાસંગી દાદા ના મંદિર પાસે થતી પૌરાણિક હોલિકા દહન, અક્ષરધામ સોસાયટી, શાપર ની કરમેશ્વર સોસાયટી તેમજ શાન્તિધામ સોસાયટી. સર્વોદય સોસાયટી શાપર ગામ સહીત વિવિધ સ્થળો એ ઝરમર ઝરમર વરસાદ વચ્ચે લોકો એ છત્રી રાખી હોલિકા દહન કરાયેલ હતુંગત હોલી પર્વ ની હરસોલાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.શાપર-વેરાવળ માં સહીત ના વિસ્તારો માં હોલિકાં નું પૂજન કરી ત્યારબાદ પ્રગટાવાય હતી.જેમાં દરેક હોલિકા દહન કાર્યક્રમ માં ભાઈઓ અને બહેનો પ્રદક્ષિણા કરવા ઉમટી પડ્યા હતા.નાના બાળકો ની પ્રથમ વાડ હોવાથી ડીજે ના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા.બુધવારે ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવશે.જેમાં આ તકે વેરાવળ-શાપર ગામના આગેવાનો ગ્રામ પંચાયત ના સદસ્યો કેવિનભાઇ
માર્વનિયા, પારુલબેન ભૂત શાપર તાલુકા પંચાયત સદસ્ય અશ્વિનભાઇ ગઢીયા,રાજુભાઈ ડેર, સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


