Gujarat

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ૧૨૩ વર્ષ પુરાણી બહાઉદ્દીન કોલેજના સ્થાપત્યનું નિરીક્ષણ કર્યું

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે બહાઉદ્દીન સરકારી વિનિયન કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સંબોધન કર્યા બાદ ઐતિહાસિક અને ૧૨૩ વર્ષ પુરાણી બહાઉદ્દીન કોલેજની સમગ્ર ઈમારતનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ બહાઉદ્દીન કોલેજમાં હાથ ધરવામાં આવી રહેલી વિવિધ શૈક્ષણિક ઉત્કર્ષની પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી. ઉપરાંત બહાઉદ્દીન કોલેજના ભવ્ય શૈક્ષણિક વારસા અને  તેના અનમોલ સ્થાપત્ય વિશેની રસપ્રદ જાણકારી મેળવી હતી.

        બહાઉદ્દીન કોલેજના આચાર્ય શ્રી પી.વી. બારસીયાએ મંત્રીશ્રીને સ્મૃતિચિન્હ આપ્યું હતું. બહાઉદ્દીન કોલેજના સૌ અધ્યાપકો દ્વારા ટીમ વર્કથી કરવામાં આવી રહેલી વિદ્યાર્થી કલ્યાણ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની પ્રવૃત્તિની જાણકારી મેળવી મંત્રીશ્રીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

visit-bahauddin-collage-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *