શિવરાત્રી મેળાના આયોજન અંગે જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રચિત રાજના અધ્યક્ષ સ્થાને મંગળવારે બેઠક યોજાશે. જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાવદ નોમ થી મહાવદ ચૌદસ સુધી શિવરાત્રી મેળો યોજાનાર છે. શિવરાત્રી મેળા ના સુચારૂ આયોજન અંગે તારીખ ૭/૨/૨૦૨૩ ના રોજ ૧૬-૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રી અધ્યક્ષ સ્થાને બેઠક યોજાશે. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
