સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તારીખ ૫ /૩/૨૦૨૩ને રવિવારના રોજ પૂર્વ વિદ્યાર્થી ઓ અને વતનના વહાલાઓનું સંયુક્ત સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ શાળાની સ્થાપના ૧૯૮૬માં કરવામાં આવી હતી ,ત્યારથી લઇ અને ૨૦૨૩ સુધીના તમામ વિદ્યાર્થીઓ એક મંચ ઉપર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર મુખ્યત્વે સ્નેહમિલન, પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ નો હાસ્ય દરબાર, અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ શાળામાંથી અભ્યાસ કરી ચૂકેલા હજારો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દેશ અને વિદેશમાં સ્થાયી થયા છે ,તેઓએ અત્રે હાજરી આપી હતી સ્કૂલના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું, જેમાં ડાન્સ ,ડ્રામા, અભિનય ,નૃત્ય નાટિકા ,ગરબા ,રાસ અને ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત સાંજે 7:30 કલાકે કરવામાં આવી હતી જે કાર્યક્રમ રાત્રિના ત્રણ વાગ્યા સુધી ચાલ્યો હતો.
% કાર્યક્રમને સફળ બનાવવા સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ડી.વાય.એસ.પી. વોરા સાહેબ તેમજ સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મહેમાનોનું ભવ્ય સ્વાગત આંબરડી કેળવણી મંડળના પ્રમુખશ્રી દિપકભાઈ માલાણીએ કર્યું હતું.
ભૂતપૂર્વ વિધાર્થીઓને એકત્રિત કરવામાં અને આયોજનમાં સહકાર આપવામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં શ્રી ભાવીનભાઈ અજમેરા, પીયુષભાઈ પાચાણી, સંજયભાઈ માલાણી તેમજ તેમના મિત્રોએ સહકાર આપેલો.
પૂર્વ વિદ્યાર્થીઓએ અને દાતાશ્રીઓએ સંસ્થાને ખુબ દાન આપીને પ્રોત્સાહિત કર્યાં હતા. એક હજારથી લઈને અગિયાર લાખ સુધીનું દાન વ્યક્તિગત રીતે વિદ્યાર્થીઓએ જાહેર કરેલું.
પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે એમની આગવી શૈલીમાં સૌનું મનોરંજન કરેલું. પૂર્વ વિદ્યાર્થીઓમાં જે પ્રોફેશનલ આર્ટીસ્ટ છે એવા પારસબેન ચાંદું, વિમલભાઈ વાળાએ કલાના કામણ પાથર્યા હતા.જીલ પટેલના ગ્રુપે સંગીત આપેલું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર તરીકે શાળાના શિક્ષક શ્રી મુકેશભાઇ માલવિયા અને ગુરુ વંદનાનું સંચાલન ભરતભાઇ સતાસીયાએ કરેલું. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફમિત્રોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.


