કેશવ ક્રેડિટ સોસાયટી અને સહકાર ભારતી સંયુક્ત ઉપક્રમે શ્રી માંગરોળ તાલુકા નોકરિયાત શરાફી સહકારી મંડળી લિ માંગરોળ માં સહકાર સપ્તાહ ની ઉજવણી કરવા માં આવી, જેમાં ગ્રામ્ય લેવલના નાના માં નાના માણસો ને સહકારી સંસ્થા દ્વારા કઈ રીતે ઉપયોગી થઈ શકીએ, સહકારી સંસ્થા ઓ મા વિશ્વાસ પૂર્વક નાણાં રોકવા માં કઈ કઈ બાબતો ધ્યાને લેવી તેવી ચર્ચા ઓ કરવા માં આવી, આ તકે કેશવ ક્રેડિટ સોસાયટી ના સયોજક નિલેશ ભાઇ ભરડા , ડિરેક્ટર પંકજ ભાઈ રાજપરા, સુરેશ ભાઈ સોલંકી કેશવ હેડ ઓફિસ થી ચેતન ભાઈ બાલધા, કેશવ મેનેજર ભાવેશ ભાઈ ડોડીયા,મંડળી વતી ડિરેક્ટર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કાનભાઈ નંદાણિયા, મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા, ડો. નિલેશ રામ સાહેબ તેમજ મંડળી ના સભાસદો હાજર રહેલ, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મેનેજર મહેન્દ્રભાઈ નંદાણિયા એ કરેલ,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


