Gujarat

શ્રી સમર્પણ ગૌ સેવા સમિતિ દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનમાં પક્ષીઓના પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
 શ્રી સમર્પણ ગૌસેવા સમિતિ સાવરકુંડલાના પ્રમુખ અમિતભાઈ ખીરા સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણી, સદસ્ય શ્રી કમલેશભાઈ રાનેરા દ્વારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન તેમજ રુલર પોલીસ સ્ટેશન સાવરકુંડલા ખાતે પક્ષીઓને પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવેલ સમર્પણ ગૌસેવા સમિતિ દ્વારા છેલ્લા ૧૫  વર્ષથી દાતાશ્રીઓના આર્થિક સહયોગથી પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ગાયોને પાણી પીવાની  આર. સી .સી.ની અવેડીનું  વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે તો જે કોઈ સેવાભાવી યુવાનોને આ સમર્પણ ગો સેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.જેની નોધ લેવા સાવરકુંડલા ખાતે આવેલ સમર્પણ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું હતું.

IMG-20230327-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *