મસ્જિદ નું ખેતર સર્વે ન 638 છે જેમાં એમજીવીસીએલ ને વારંવાર ટ્રસ્ટીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ખેતર મસ્જિદ નું છે તેમ થાભલા નાખવા નહિ તે હજુ હાલ 2 મહિના પહેલા પણ નવા થાભલા નાખતા પહેલા પણ રોકવામાં આવ્યા હતા પરંતુ એમજીવીસીએલ ની જોરહુકમી થી ખેતર માં જેમફાવે તેમ થાંભલા નાખી દીધા છે .આ મસ્જિદ નું ખેતર 11 વિગા જેટલું છે જેની આ આખા ખેતર માં એમજીવીસીએલ ની દાદાગીરી થી ધાર્મિક જગ્યામાં પોતાના સ્વાર્થ ના કારણે આખું ખેતર થાભલા નાખી બાગાડી નાખ્યું છે. હાલ સંખેડા મુસ્લિમ સમાજના લોકોનું કહેવું છે તાત્કાલિક બધા થાંભલા હટાવે કાતો ખેતરની કિંમત ચૂકવે અને જ્યારથી ગેરકાયદેસર થાભલા નાખ્યા તેનું મસ્જિદ ના ટ્રસ્ટી ઓને ભાડું ચૂકવે.હવે એમજીવીસીએલ દ્વારા થોડા દિવસો માં આ થાભલા નહિ હટાવે તો ઉગ્ર સ્વરૂપ જોવા મળશે એમ જાણવાં મળેલ છે .ઘણા ખેતર માલિક હાજર નહિ હોતા ત્યાં પણ વગર પરમિશન થી 11 હજાર કેવી ના વાયરો પણ નાખી દેવાય છે પણ એ વાયરો હટાવવા જાતે ખેતર માલિક ને પેસા ભરવા પડે છે જેથી આવા અધિકારી ઓ પર તાત્કાલિક તંત્ર પગલાં ભરે એવી લોકમાંગ ઉઠી છે.

“સંખેડા ખાતે ગોજપુર ફાટક પાસે આવેક સંખેડા હુસેની સુની જામાં મસ્જિદ ના ખેતરમાં એમજીવીસીએલ દ્વારા 200 કરતા વધુ થાભલા પરમિશન વગર નાખી દેતા મુસ્લિમ સમાજમાં રોસ જોવા મળ્યો છે.’
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

