Gujarat

સંખેડા તાલુકાના પરવેટા માણીબિલી નવી વસાહતમાં અને નર્મદા વસાહતમાં નર્મદા ડેમ બનાવવા માટે જમીન આપનારા જ નળ સે જલનાં પાણીથી વંચિત આદિવાસીઓ.  

સંખેડા તાલુકાના પરવેટા માણીબિલી નવી વસાહતમાં નલ સે જલ ની યોજના માં ભ્રષ્ટાચાર થયા હોવાનું આક્ષેપ કરતાં ગ્રામજનો
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પરવેટા નવી વસાહતમાં 360 પરિવાર અને અંદાજીત એક હજાર કરતા વધારે વસ્તી ધરાવતું આ ગામ છે. “નલ સે જલ” યોજનામાં નળ કનેકશનનું કામ પૂર્ણ થયાના ૨ વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં નલ સે જળની રાહ જોઈ રહી છે ગામની મહિલાઓ સરકાર દ્વારા લાખો રૂપિયાની યોજનાઓ ગામડાઓમાં આવે છે, પરંતુ અધિકારીઓ અને એજન્સીઓના ભ્રષ્ટાચારના કારણે તે અધૂરી રહી જાય છે, તો ક્યાંક તકલાદી કામ થાય છે, જેથી તેનો લાભ ગામડાના લોકોને મળતો નથી, ગુજરાતમા 2022ના અંત સુધીમાં નલ સે જલ યોજનાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ આજે પણ આદિવાસી વિસ્તારમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં પાણી પહોંચ્યું નથી અને પાઈપમાં ભંગાણ અને નળ કનેકશન તૂટી ગયેલા જોવા મળે છે.
આપને જણાવી દઇએ કે, આ એજ નવી વસાહત છે જેમણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા જે ગુજરાત જ નહિ પરંતુ પાડોશી રાજ્યોને પણ આપણી પુરું પાડે છે, પરંતુ જેમણે જમીન આપી પોતાની જન્મ ભૂમિ, સંસ્કૃતિ ગુમાવી એ આદિવાસીઓ આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડયાની ચર્ચા થાય છે પરંતુ નર્મદા માતાના દીકરા સમાન વિસ્થાપિતો આજે પણ પાણી માટે જે સુવિધાઓ સરકાર પહોંચાડી ન શકી.
મહત્વનું છે કે, જલ જીવન મિશન 100% કામગીરી પૂર્ણ ગુજરાતે જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારના ઘરોમાં 100% નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરી છે. જે માટે રાજયના ગ્રામીણ વિસ્તારને 100% નળ જોડાણની સિદ્ધી પ્રાપ્ત કરનાર રાજયની જાહેરાત પાણી પુરવઠા પ્રધાન  દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 15મી ઓગષ્ટ, 2019 ના રોજ લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની ઘોષણા કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100% નળ જોડાણ દ્વારા પાણી પૂરું પાડી દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230329-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *