એકવાર એક ચોર ગુરૂજીની પાસે જઇને નામદાનની દીક્ષા લે છે અને ગુરૂજીને કહે છે કે ગુરૂજી મારો ધંધો તો ચોરી કરવાનો છે જે મારાથી છુટશે નહી,ત્યારે ગુરૂજી કહે છે કે હું તને બીજું એક કામ સોંપું છું જેને નિભાવજે,મારા વચનનું પાલન કરજે કે કોઇપણ પારકી સ્ત્રીને બહેન કે માતા સમજવી.
ચોર જે નગરમાં રહેતો હતો તે નગરના રાજાને કોઇ સંતાન ન હતું એટલે પોતાની રાણીને અણમાનીતી બનાવી પોતાના રહેવાના મહેલની બાજુનો મહેલ રહેવા માટે આપ્યો હતો જેમાં દશ-બાર વર્ષથી તે એકલી રહેતી હતી અને રાણીની ઉપર નજર રાખવા માટે એક સિપાઇને મુકવામાં આવ્યો હતો. આ ચોર રાણીના મકાનમાં ચોરી કરવા જાય છે.રાણીને પણ ખબર પડી જાય છે કે મહેલમાં ચોર આવ્યો છે.બહારના સિપાઇને પણ ખબર પડી જાય છે કે કોઇ વ્યક્તિ રાણીને મળવા માટે ગયો છે એટલે તે ખાનગીમાં જઇને રાજાને ખબર આપે છે.રાજા છુપાઇને જોઇ રહ્યા હોય છે કે રાણીની પાસે કોન ગયો છે?
ચોર રાણીના મહેલમાં આવતાં જ રાણી પુછે છે કે તૂં અહીયાં કેવી રીતે આવ્યો છે? ત્યારે ચોર જવાબ આપે છે કે ઉંટ ઉપર બેસીને..ત્યારે રાણી કહે છે કે તારી પાસે જેટલા ઉંટ છે તે તમામને હું સોના-ચાંદીથી ભરી આપું છું બસ તારે મારી એક ઇચ્છા પુરી કરવાની છે.ત્યારે ચોરને પોતાના ગુરૂજીનું વચન યાદ આવે છે અને કહે છે કે આપ તો મારી માતા છો એટલે પૂત્રના લાયક કોઇ કામ હોય તો બોલો આપની અન્ય કોઇ ઇચ્છા મારાથી પુરી થાય તેમ નથી.રાજા આ વાર્તાલાપ સાંભળતા હતા.રાજાએ વિચાર્યું કે છે ચોર પણ કેટલો ઇમાનદાર છે !
રાજા ચોરને પકડી લઇને મહેલમાં લઇ જાય છે અને કહે છે કે હું તારી ઇમાનદારીથી ખુશ છું તૂં મારી પાસેથી વરદાન માંગી લે, ત્યારે ચોર કહે છે કે આપ વચન આપો તો હું વરદાન માંગું..રાજાએ વચન આપ્યું ત્યારે ચોર કહે છે કે મારી માતા આ રાણીને આપે અણમાનીતી બનાવી અલગ રહેવા કાઢી મુકી છે તેમને ફરીથી સુહાગન બનાવી પોતાની પાસે રાણીની જેમ રાખો.રાજા ઘણા ખુશ થઇને રાણીને બોલાવડાવીને માફી માંગે છે કે મેં તમોને ઘણું જ દુઃખ આપ્યું છે એટલે તમે પણ મારી પાસે વરદાન માંગો, હું તમારી પણ ઇચ્છા પુરી કરીશ, ત્યારે રાણી કહે છે કે આપ તાંબાના પતરા ઉપર લખીને વચન આપો કે હું જે કંઇ માંગીશ તે મને આપશો.રાજા વચન આપે છે ત્યારે રાણી કહે છે કે આપણે કોઇ સંતાન નથી એટલે આજથી આ ચોરને આપણા દિકરા તરીકે સ્વીકાર કરીને તેને આપણા રાજનો રાજા બનાવી દો.રાજાએ પોતાના વચનનું પાલન કર્યું અને ચોરને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો.
એક ચોરે પોતાના ગુરૂના વચનનું પાલન કર્યુ તો તેને રાજ્ય મળ્યું તેવી જ રીતે અમારો ગુરૂના વચન ઉપર વિશ્વાસ છે અને ગુરૂવચનો પ્રમાણે જીવન જીવીશું તો દુનિયાની કોઇ તાકાત અમારા મનને ડગમગાવી નહી શકે..
જ્યારે અમારા વચન અને કર્મમાં અંતર આવી જાય છે ત્યારે સંકોચ આવે છે.બ્રહ્મવેત્તા સદગુરૂની ઓળખાણ, નિરાકાર પ્રભુ પરમાત્માનો બોધ પ્રાપ્તં કરવો, સદગુરૂ ૫રમાત્માની ઉ૫ર દ્રઢ વિશ્વાસ રાખવો, સદગુરૂ સમક્ષ પૂર્ણ સમર્પણ કરવું, સદગુરૂની આજ્ઞાનું મન વચન કર્મથી કિંતુ પરંતુ કર્યા વિના પાલન કરવું, સાંસારીક ભોગોની આસક્તિનો ત્યાગ કરવો, માયાનો સકારાત્મક પ્રયોગ તથા લોભનો ત્યાગ. નમ્રતા દયા કરૂણા વિશાળતા સહનશીલતા ૫રો૫કાર ઇષ્ટ-ચિન્તન વગેરે સકારાત્મક ગુણો મનમાં વસાવવા, મૃદુવાણી, સત્ય-વચન, પરગુણ વર્ણન, પ્રભુ ચર્ચા વગેરે દ્વારા સકારાત્મક કાર્ય કરવાં.સેવા સુમિરણ સત્સંગ દ્વારા ઇન્દ્રિયોનું સંતુલન..આ ભક્તિમાર્ગની ૫ગદંડીઓ છે.
સમયના સદગુરૂ સમગ્ર બ્રહ્માંડના માલિક હોય છે,તે પોતાના સંકલ્પમાત્રથી જે ઇચ્છે તે કરી શકતા હોય છે,તેમની કૃપામાત્રથી કઠોર વ્યક્તિ ૫ણ સંત બનીને ભવસાગર પાર ઉતરી જાય છે એટલે કે મુક્તાવસ્થાને પ્રાપ્ત થાય છે.શ્રધ્ધાળુઓની આંખો આગળથી માયાનો પડદો હટાવીને તુરંત જ દિવ્યજ્ઞાન બ્રહ્માનુભાવ પ્રદાન કરે છે.તે એવી દવા આપે છે કે જેનાથી તમામ દૈહિક-દૈવિક અને ભૌતિક તાપ રોગ દૂર થાય છે.જો સદગુરૂ સાચા અને પૂર્ણ હોય તો દિવ્યનેત્ર પ્રદાન કરીને ૫રમાત્માની તુરંત જ અપરોક્ષાનુભૂતિ કરાવી દે છે.
સદગુરૂને સમર્પિત ભાવે પ્રેમ કરવો તેમની બ્રહ્મભાવે પૂજા કરવી-એ જ્ઞાન અને ભક્તિના માટે આવશ્યક છે.૫રમાત્મા પ્રત્યે જેવો ભાવ અને શ્રધ્ધા દિલમાં હોય છે તેવો જ ભાવ સદગુરૂ પ્રત્યે સાકાર બ્રહ્મ જાણીને કરવામાં આવે તો તે જ્ઞાન દ્રઢ થાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)
