Gujarat

સને-૨૦૧૬ માં રાત્રીના સમયે મોટી કુકાવાવ ગામે તથા જંગર તા.વડીયા કુકાવાવ ગામોમાં મજકુર આરોપી તથા ઉસ્તાસ ચેનાભાઇ તથા દીલીપ જોહરીયા વાસ્કલીયા તથા સપેસીંહ પાનસીંહ મુવેલ વિગેરે નાઓએ ભેગા મળીને રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીનાઓ તથા અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ત્યાંથી ભાગી ગયેલ હોય અને આ બાબતે વડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય આ ગુન્હાના કામે મજકુર ઇસમ નાસી જઇ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા આશરે ૦૭ વર્ષથી નાસતો ફરતો હતો.

પેરોલ-ફર્લો સ્કવોર્ડ અમરેલી

  મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન મુજબ શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા (૧) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૭/૧૬ આઇ.પી.સી.ક.૩૮૦,૪૫૭ તથા (૨) વડીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૧૬ આઇ.પી.સી.ક. ૩૮૦,૪૫૭ મુજબના કામે સાતેક(૦૭) વર્ષથી નાસતા ફરતા આરોપીને બેલા હાઇ-વે તા.જી.મોરબી મુકામેથી તા.૦૭/૦૪/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી ધોરણસર અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવા વડીયા પો.સ્ટે. ખાતે સોપી આપેલ.
પકડાયેલ આરોપી :-
   *સાહાદર ઉર્ફે સાદર ઉર્ફે સાગર રૂમાલ મુવેલ(મોહનીયા) ઉ.વ.૨૯ ધંધો ડ્રાઇવીંગ રહે.મુળ ભોરકુવા તા.જોબટ જી.અલીરા જપુર (એમ.પી) રહે.હાલ વાઘપર ગામ પાસે, ઓડાવ સોડાના કારખાનામા તા.જી.મોરબી.*
   આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અન્વયે શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, જીજ્ઞેશભાઇ પોપટાણી તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230407-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *