Gujarat

સલામ છે, સલામ છે,ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીઓને તેમની ફરજ ( સેવા) ને ભુલવી ન જોઈએ..સાચા કર્મવીરો છે.

સલામ છે, સલામ છે,ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીઓને તેમની ફરજ ( સેવા) ને ભુલવી ન જોઈએ..સાચા કર્મવીરો છે. જેમ દેશના લોકોની સલામતી અને રક્ષા માટે અવિરત ફરજ બજાવતા સુરક્ષા જવાનો ( લશ્કર ) જેમ કોઈપણ ગંભીર પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહે છે,અને પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જોમ અને જુસ્સા સાથે કાર્યશીલ રહે છે..તેઓને હર પળે યાદ કરીને સલામી આપવી જોઈએ..એવીજ રીતે ચોવીસેય કલાક સતત ફરજ બજાવતા ગુજરાત વિદ્યુત બોર્ડના તમામ કર્મચારીઓ કોઈપણ ઋતુ હોય જેમાં વરસાદ,વાવાઝોડું,સખત ઠંડી,કુદરતી આફતો, ૩૮ ડિગ્રી હોય કે ૪૦ થી ૫૦ ડિગ્રી તાપમાનમાં પણ પોતાની ફરજ બજાવવામાં તત્પર હોય છે…એક વાત જ્યારે કોઈપણ વિસ્તારમાં કે પોતાના ઘરે વીજળી આવતી બંધ થઈ જતી હોય છે ત્યારે અકળાઈ ઉઠતા હોઈયે છીયે….ક્યારે આવશે…ઓફિસમાં ફોન થી પૂછવાનું શરૂ કરી દેતા હોયી….અથવા તો જનતાના પ્રતિનિધિઓને ફોન કરીને કહેતા હોઈએ છીએ કે અમારા આ કે પેલા વિસ્તારમાં વીજળી જતી રહી છે..તો સાહેબને ક્યોને જલ્દી પાવર આપે….તો તેની સામે વીજળી વપરાશનું બિલ ભરવામાં વિદ્યુત બોર્ડને ( સરકારને ) સહકાર આપવો જોઈએ..જોઈએ …..જોઈએ…. જ.. કોઈ ફોલ્ટ આવે ત્યારે,પુરવઠો પૂર્વવત કરવા માટે અધિકારીઓના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કામગીરી કરતા તમામ કર્મચારીઓને સલામ…સલામ….અને અભિનંદન પાઠવવા જોઈએ કમસેકમ દરેક વ્યક્તિએ લાગણી અને પ્રેમ સાથે ધન્યવાદ આપવા જોઈએ..અને બિન જરૂરી વીજળીનો વપરાશ ન કરવો જોઈએ,એવી નમ્ર પ્રાર્થના છે. ( અતુલ શુક્લ દામનગર.)

IMG-20230512-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *