Gujarat

સાબરકાંઠામાં લાઈટીંગ ટ્રેન કેદ કરી વાયરલ કરી

સાબરકાંઠા
સાબરકાંઠામાં આકાશમાં લાઈટીંગ ટ્રેન જાેયા બાદ તેના વીડીયો જિલ્લાવાસીઓએ વાઈરલ કાર્ય હતા. તો ચાર મહિના પહેલા પણ આ લાઈટીંગ ટ્રેન આકાશમાં જાેવા મળી હતી અને તેના વીડિયો પણ વાયરલ થયા હતા. આ કુતુહુલ ટ્રેન શેની હતી તેની કોઈ જાણકારી નથી પણ લાઈટીંગ એક લાઈન જાેવા મળી હતી. ૨૧ ઓક્ટોમ્બરને ૨૦૨૨ના રોજ મોડી સાંજે આકાશમાં સાબરકાંઠાના આગીયોલ ગામમાં લાઈટની એક લાઈન આકાશમાં જતી જાેવા મળી હતી. ત્યારબાદ તેનો વીડીયો વાઈરલ થયો હતો. ફરી એક વાર ચાર મહીના બાદ હિંમતનગર, ઇડર, વડાલી, પ્રાંતિજ, તલોદમાં નગરવાસીઓ અને ગ્રામવાસીઓ ગુરુવારે મોડી સાંજે આકાશમાં એક લાઈટીંગવાળી લાઈન એક તરફથી બીજી તરફ જાેવા મળી હતી. જે થોડોક સમયે જ જાેવા મળી હતી પછી બંધ થઇ ગઈ હતી. આકાશમાં આ લાઈન જાેતા જ લોકોએ આ દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી લીધું હતું અને વાઈરલ કર્યું હતું. મોડી સાંજે આકાશમાં લાઈટની લાઈન જતી જાેઈ હતી. પ્રકાશ દેખાયો હતો ત્યારબાદ અવાજ પણ સંભળાયો હતો અને થોડીવાર પછી લાઈન દેખાતી બંધ થઇ ગઈ હતી. જેમણે પોતાના મોબાઈલમાં આ ઘટના કેદ કરી હતી અને બધાને આ ઘટના મોકલી પણ હતી. આકાશમાં એક લાઈનમાં ચાલતી પ્રકાશવાળી ટ્રેન જેવું શું હતું એ ખબર નથી પડી, પરંતુ કુતુહુલ લાઈટીંગ લાઈન આકશમાં લોકોએ જાેઈ હતી અને આ ઘટના વાઈરલ થયા બાદ લોકો આકશમાં જાેવા લાગ્યા હતા પરતું કઈ દેખવા મળ્યું ન હતું.

File-01-Photo-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *