અમેરિકા અને કેનેડામાં હર્બલ ફાર્મા ઉપર રિસર્ચ કરી ડોક્ટરેટ બનેલી વિજયનગરની ઉર્વશી શાહે સાધ્વીજી બનવા સંયમનો માર્ગ અપનાવ્યો છે. પોતાની મોટા બહેનની માફક જ આગામી 1 જૂનના રોજ નાગાલેન્ડના દીમાપુરમાં દીક્ષા લેશે.સાબરકાંઠા : અમેરિકા અને કેનેડામાં હર્બલ ફાર્મા ઉપર રિસર્ચ કરી ડોક્ટરેટ બનેલી વિજયનગરની ઉર્વશી શાહે સાધ્વીજી બનવા સંયમનો માર્ગ અપનાવ્યો છે. પોતાની મોટા બહેનની માફક જ આગામી એક જૂનના રોજ નાગાલેન્ડના દીમાપુરમાં દીક્ષા ગ્રહણ કરવા ગઈકાલે સોમવારે વિજયનગરમાં ભવ્ય શોભા યાત્રા અને ગોદભરાઈનો કાર્યક્રમ યોજાયો હતો.
ભારત બાદ અમેરિકા અને પછી કેનેડામાં હર્બલ ફાર્મામાં રિસર્ચ કરી ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી કરોડો ખરબો કમાઈ લેવાનો મોહ માંડી વાળી વિજયનગરના ખુમજીભાઈ ઝવેરચંદ શાહની પૌત્રી અને ડાહ્યાલાલ શાહની પુત્રી ઉર્વશીબેન દેવાધિદેવ 1008 દેવાધિદેવ મૂળ નાયક આદિનાથ ભગવાનની અનુકંપા અને પુણ્યદયથી તેમના મોટા બહેન સ્ત્રીપર્યાયની સર્વોચ્ચ પદ આર્યિકાસ્ટીકા,પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય બાલ યોગીની,ધર્મ પ્રભાવિકા,વાત્સલ્યમૂર્તિ 105 ગરિમા મતિ માતાજીના પુણ્ય નિધામા આગામી એક જૂન ગુરુવારના રોજ નાગાલેન્ડના દીમાપુરમાં દીક્ષા લેશે.વિજયનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી વિજયનગર જૈન સમાજના અગ્રણી કાંતિભાઇ શાહ અને હર્ષદભાઈ શાહના જણાવ્યા પ્રમાણે, ઉર્વશીબેન આ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. એ પૂર્વે વિજયનગરમાં બિરાજમાન પરમ પૂજ્ય મુની 108 પુષ્પ નંદજી ગુરુદેવના સાનિધ્યમાં સોમવાર સવારે 8 કલાકે દીક્ષાર્થી ઉર્વશીની શોભાયાત્રા દેરાસરમાં યોજાઈ હતી અને ભવ્ય શોભાયાત્રા કાઢીને નગરમાં દીક્ષાર્થી ઉર્વશીબેનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સાથે તેમની ગોદભરાઈ કાર્યક્રમ પણ યોજવામાં આવી હતી.ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચુકી છે ઉર્વશીબેન ઉર્વશીબેનના અભ્યાસની વાત કરીએ તો તેમણે બી ફાર્મ, એમ ફાર્મ, ફાર્માસ્યુટિકલ સાયન્સમાં PHD કરી છે,
કાન્તીભાઈ શાહ ઉર્વશીના માસા
જેમાં બી ફાર્મના ફાર્મા કોકનોસીસ વિષયમાં ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યા છે અને આગળ વધતા તેઓએ 10 વર્ષ પ્રોફેસર તરીકે કામ પણ કર્યું છે.વિદેશમાં હોવા છતાં સાદગી વાળું જીવન જીવતા આટલા વર્ષોમાં તેમણે પોતાના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીને બહારના ખાવાનું ત્યાગ જેને શુદ્ર જળનો ત્યાગ પણ કહેવામાં આવે છેઅને રાત્રે ન જમવા જેવા નિયમોનું સંપૂર્ણપણે પાલન કર્યું છે. ગોદભરાઈના કાર્યક્રમમાં તેમના નજીકના સગા સંબંધીઓ તથા વિજયનગર શાહ સમાજ જોડાયા હતા અને તેઓ નજીકના સમયમાં જ દીક્ષા ગ્રહણ કરનાર ઉર્વશીબેનને વિદાય આપતા સૌ કોઈ ભાવુક પણ થયા હતા અને આગળનું જીવન સુખમય રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.
