Gujarat

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અમદાવાદ સ્થિત સમરસ કુમાર અને કન્યા છાત્રાલયની ઓચિંતી મુલાકાત લીધી

અમદાવાદ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ ગુરુવારે બપોરે અમદાવાદ ખાતે આવેલી સમરસ કુમાર અને કન્યા છાત્રાલયની ઓચિંતી મુલાકાત લીધી હતી. મંત્રીએ મુલાકાત દરમિયાન પુરી પડાતી સગવડની ચકાસણી કરી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન પણ માણ્યું હતું. કુમાર અને કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓને યોગ્ય પોષણયુક્ત ભોજન, તેમના રહેવાની વ્યવસ્થા, પુરતો અનાજનો જથ્થો જેવી તમામ બાબતનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા છાત્રાલયમાં વિનામુલ્યે રહેવા, જમવા સહિતની આપવામાં આવતી સુવિધાઓ અનુસંધાને ત્યા રહેતા છાત્રોને પડતી મુશ્કેલીઓ અંગે મંત્રીએ પૃચ્છા પણ કરી હતી. આ ઉપરાંત છાત્રાલયમાં પિરસાતા ભોજનની ગુણવત્તાની ચકાસણી કરી વધુ ને વધુ પોષણક્ષમ આહાર પુરો પડાય તેવી સુચના પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *