Gujarat

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ દાદાને  500 કિલો લાલ બટાકાનો દિવ્ય શણગાર કરાયો…

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ બટાકા નો શણગારના કરાયો જેના દર્શન કરી ભક્તો ધન્ય થયા…
બોટાદ જીલ્લામાં આવેલ વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુર ખાતે બિરાજતા કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને વિવિધ અદભૂદ શણગાર કરવામાં આવે છે. વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર  નિમિત્તે તા.14-3-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા 7:00  કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને 500 કિલો  લાલ બટાકાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી….
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230314-WA0100.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *