હિન્દુ ધર્મના દરેક તહેવાર અને પવિત્ર દિવસો દરમ્યાન હનુમાનજીદાદા ને વિવિધ શણગાર તેમજ વિવિધ વાનગીઓનો અન્નકુટ ધરાવે છે જેના દર્શન કરવા લાખો હરીભક્તો ઉમટી પડે છે…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત બોટાદ જીલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવતી અમાસ નિમિત્તે તા.20-02-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી દાદાને ગદા,તલવાર,કટાર વિગેરે ધરાવી સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. બપોરે 10:00 કલાકે હનુમાનજીદાદાને 551 કિલો ઘારીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સાળંગપુર હનુમાનજી મંદીર એકમાત્ર એવુ મંદીર છે કે મંદીર પ્રશાસન દ્વારા હિન્દુ ધર્મના દરેક તહેવાર અને પવિત્ર દિવસો દરમ્યાન હનુમાનજીદાદા ને વિવિધ પ્રિય શણગાર અને વિવિધ આઇટમ અને વાનગીઓનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવે છે.હાલ સાળંગપુર હનુમાનજી મંદીરમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે.સાળંગપુર હનુમાનજી મંદીરના ઉત્સાહી અને મંદીરના વિકાસના અનેક કાર્યો કરનાર હાલના કોઠારી પુજ્ય વિવેકસાગરદાસજી સ્વામી સતત હરીભક્તો ની સુવિધા વધારવા સતત પ્રયત્નશીલ છે.જેના લીધે હાલ સાળંગપુર હનુમાનજી મંદીરે દરોજ હજારો હરીભક્તો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે…..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


