હનુમાનજીદાદા ને ૨૦૦ કીલો સંતરાનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો,ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી…
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.14-02-202૩ને મંગળવાર ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘાનો શણગાર ધરાવી અંદાજીત ૪૦૦ કિલો અનાનસ તથા અંદાજીત ૨૦૦ કિલો સંતરાનો શણગારનો દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ ધરાવી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ , મંદિરના પરિસરમાં શ્રી મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેનોહજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


