Gujarat

સાવરકુંડલાના સ્વાતંત્ર્ય સેનાની  શ્રી અમુલખભાઈ ખીમાણી

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી અમૂલખભાઇ  ખીમાણીનો જન્મ ઇ.સ. ૧૯૧૬માં થયો હતો. તેમનામાં બાળપણથી માતા- પિતા દ્વારા ઉચ્ચ સંસ્કારોનું સિંચન થયું હતું . તેઓ બાળપણમાં ખો ખો, હુતુતુ અને અંગ કસરતના દાવ કરતાં તેમના બાળપણના મિત્ર શ્રી લલ્લુભાઈ શેઠ હતા. શ્રી અમુલખભાઈ ખીમાણી અને શ્રી  લલ્લુભાઈ શેઠે બાળપણથી “બાલ મિત્ર મંડળની” સ્થાપના કરી હતી. શ્રી અમુલખભાઈ અને શ્રી લલ્લુભાઈએ ભાવનગરના રાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી મિતિયાળા આવ્યા હતા ત્યારે તેમની સામે અંગ કસરત કરી હતી. મહારાજાએ શ્રી અમુલખભાઈ અને શ્રી  લલ્લુભાઈની  માંગણી મુજબ વ્યાયામ મંદિરની જગ્યા આપી હતી આવી હતી શ્રી અમુલખભાઈ ખીમાણી અને શ્રી લલ્લુભાઈ શેઠની સજાગતા !  શ્રી  અમુલખભાઈને દેશની પરતંત્રતા ખટકતી હતી . તેમનો હેતુ વ્યાયામ પ્રવૃત્તિ દ્વારા શરીર સશકત કરી અને અહિંસાના માર્ગે દેશની આઝાદી અપાવી. ઇ.સ.૧૯૩૦ માં મીઠાના  સત્યાગ્રહમાં સાવરકુંડલામાં સરકારનો વિરોધ  કર્યો હતો . ઇ.સ. ૧૯૩૪માં ગાંધીજીના આદેશથી  લોકોને ઉપયોગી એવી  વસ્તુઓ મળી રહે તે માટે “જવાહર ભંડાર” ની સ્થાપના કરી હતી. ઇ.સ. ૧૯૩૮ માં અમુલખભાઈએ  રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ઇ.સ. ૧૯૩૯માં ભાવનગર  પ્રજા પરિષદ અધિવેશન  કે જે શ્રી બળવંતભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને મળ્યું હતું. તેમાં ભાગ લીધો હતો. આ અધિવેશનમાં તેમને શ્રી કેશુભાઈ ભાવસાર જેવા મહાન શિક્ષણ શાસ્ત્રીનો મિલાપ થયો હતો. ઇ.સ. ૧૯૪૨માં અમુલખભાઈ ખીમાણીએ હિંદ છોડો આંદોલની લડાઈમાં સક્રિય ભૂમિકા ભજવી હતી . તેમણે સભા અને સરઘસમાં ભાગ લેવા બદલ  તેમની ધરપકડ કરવાંમાં આવી હતી . અમુલખભાઈએ છ માસનો જેલવાસ ભોગવ્યો હતો. તેમણે જેલવાસ દરમિયાન અનેક યાતનાઓ ભોગવી પડી  હતી. ઇ.સ. ૧૯૪૫માં શિક્ષણ જાગૃતિ  માટે યુવાનોને  તૈયાર કરતાં રહ્યા . ૧૯૪૬માં શ્રી લલ્લુભાઈએ   “કુંડલા ગ્રામ સેવા મંડળ” ની સ્થાપના કરી  હતી. તેના તેઓ સ્થાપક સભ્ય  હતા, ઇ.સ. ૧૯૪૭ માં અમૂલખભાઈ ખીમાણી જેવા વીરોના કારણે દેશ આઝાદ થયો . રતુભાઈ અદાણીએ શ્રી અમુલખભાઈ અને શ્રી લલ્લુભાઈને ગાધકડાને ભારત સંઘ સાથે જોડવા માટે સંદેશો મોકલ્યો.  લલ્લુભાઈ એ  નવાબના ખાસ વફાદાર ગણાતા નુરમામદને પકડીને ગાધકડામાં આરજી  હકૂમતનો  ઝંડો લહેરાવ્યો હતો . શ્રી અમૂલખભાઈ ખીમાણીને ગાધકડાના “” વહીવટદાર ”  તરીકે નીમવામાં  આવ્યા હતા . શ્રી અમુલખભાઈ  ખીમાણીના ધર્મપત્ની શ્રી  મંછાબેન કે જેને આઝાદીની લડત દરમિયાન સુપેરે ઘરની સુંદર જવાબદારી ઉપાડીને દરેક  કાર્યોમાં મદદરૂપ થયા . ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ  થતાં ભૂપત બહારવટીયાનો ત્રાસ દિવસે – દિવસે વધતો ગયો ત્યારે શ્રી અમુલખભાઈ  અને શ્રી  લલ્લુભાઈ  ગામડે-  ગામડે ફરી લોકોને સ્વનિર્ભર અને નીડર બનાવ્યા. . અમૂલખભાઇએ ઢેબરભાઈની સરકારમાં સહકાર વિભાગ કામ કર્યું હતું. ઇ.સ. ૧૯૫૧  થી ૧૯૬૧  સુધી તેઓ  સાવરકુંડલાના ધારાસભ્ય રહ્યાં હતાં. અમુલખભાઈએ રાજકીય પ્રવૃત્તિને સેવાનું માધ્યમ બનાવ્યું. ઇ.સ.૧૯૫૪માં વિનોબા ભાવે સાથે સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રવાસ  કરી , જમીન  વિહાણો લોકોને ખેતીની જમીન અપાવી હતી. આ ઉપરાંત તેમણે પૂર હોનારતમાં લોકોની સેવા, પોરબંદરમાં અસમાજિક તત્વોનો ત્રાસ દૂર કર્યો . બિહારમાં પૂરહોનારતમાં મદદરૂપ થયા. આમ અનેક સેવાના કામ  કર્યા હતાં શ્રી લલ્લુભાઈ શેઠ ૧૯૭૫ થી ૧૯૮૦  દરમિયાન જનતા સરકારમાં પુરવઠા  મંત્રી હતા ત્યારે ખાદીગ્રામોત્થાન  અને લોકકલ્યાણના કાર્યો શ્રી અમુલખભાઈ સંભાળતા હતા. અમુલખભાઈ  ખીમાણીએ ગૌહત્યા અટકે તે માટે આંદોલન ચલાવ્યું હતું . અને જેલમાં પણ ગયા હતા. તેઓએ  તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી સાંભળી હતી. અને ગુજરાત તાલુકા પંચાયત પ્રમુખોનું સંમેલન સાવરકુંડલામાં યોજાયું હતું . શ્રી અમુલખભાઈનું  મુત્યુ ઇ.સ. ૨૦૦૬માં થયું  હતું. તેમની સ્મૃતિમાં ગોપાલધામ ખાતે મહિલાઓ માટે “શ્રીઅમુલખભાઈ ખીમાણી પી.ટી.સી.  કોલેજ” ની સ્થાપના કરવામાં આવી છે .
—-રજૂઆત અને સંકલન. મનીષભાઈ બાલુભાઈ વિંઝુડા (સાવરકુંડલા .)

IMG-20230107-WA0003-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *