સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેર તાલુકાના વિદ્યાર્થી બાળકો અને રમતવીરો માટે સ્પોર્ટ્સ સંકુલની સાવરકુંડલા લીલીયાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચાની રજૂઆતને ધ્યાને લઈ અંગત રસ લઈ સ્પોર્ટસ ઓથોરિટીના અધિકારીઓને સાથે લઈ સ્થળ તપાસ કરતા આગામી દિવસોમાં સાવરકુંડલા શહેર તાલુકાના રમતવીરો માટે સોનાનો સુરજ ઉગે તેવા સમીકરણો સાકાર થઈ રહ્યા છે સાવરકુંડલા શહેર તાલુકાના વિદ્યાર્થી બાળકો માટે સ્પોર્ટ સંકુલ ન હોવાથી વિદ્યાર્થીઓમાં પડેલી પ્રતિભાઓ બહાર લાવવા સાવરકુંડલા ખાતે જ સ્પોર્ટ્સ સંકુલની સ્થાપના થાય તે માટે કાર્યશીલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ સાવરકુંડલા સ્પોર્ટ સંકુલની જમીન અંગે સ્પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજીને સાવરકુંડલાના મહુવા રોડ ખાતે ૨૧ વીઘામાં પાંચ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ સંકુલ નિર્માણની જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ગુજરાત જેવી સ્પર્ધાઓ કરીને રમતવીરોની પ્રતિભા બહાર લાવવાના અલગ અલગ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજીને રમતવીરોને પ્રોત્સાહન મળે તે માટે સતત પ્રયત્નશીલ હોય ત્યારે સાવરકુંડલા શહેરમાં ખેલવીરો માટે ઓલમ્પિક સુધી પહોંચી શકે તેવી ટ્રેનિંગ મળે તેવા હેતુને સાર્થક કરવા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા ગુજરાત રાજ્ય સરકાર તરફથી પાંચ કરોડની બિલ્ડીંગ માટેની મંજૂરી મળી હોય ત્યારે જમીન સ્પોટર્સ ઓથોરિટીના અધિકારીઓએ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાથે શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, સાવરકુંડલા શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, વિજયસિંહ વાઘેલા સહિતના ભાજપના પદાધિકારીઓ દ્વારા સાબરકુંડલાની પ્રતિભાઓને બહાર લાવવાના અભિગમને રાજુભાઈ નાગ્રેચાની કરેલી માંગણીઓ પર ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ખેલ પ્રત્યેની રુચિ કારણે સાર્થક સાબિત થતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સુંદર જહેમત આગામી દિવસોમાં મહુવા રોડ ખાતે સ્પોર્ટ સંકુલ નિર્માણ પામે તેની ગતિવિધિઓ તેજ થતાં રમતવીરોમાં આનંદની લાગણી વ્યાપી ગયેલ છે


